Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ચોરી-સાઇબર ક્રાઇમના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા.૧૬: અત્રે ચોરી તથા સાઇબર ક્રાઇમના ગુન્‍હામાં આરોપીને જામીન પર છોડવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, ફરીયાદીએ તા.૧-૩-૨૦૨૨ના રોજ રાજકોટના સાઇબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં આરોપી નીલદિપ જયદિપભાઇ સોલંકી વિરૂધ્‍ધ આઇ.પી.સી.કલમ-૩૭૯, ૧૨૦(બી) તથા આઇ.ટી. એકટની કલમ -૪૩(એ), ૪૩(ઇ), ૪૩(જી), ૬૫, ૬૬ તથા આઇ.ટી.અમેન્‍ડમેન્‍ટ એક ૨૦૦૮ની કલમ-૪૩(આઇ) મુજબ બંધન બેંકના એ.ટી.એમ.માંથી રૂા.૧૩,૫૦,૦૦૦/ની ચોરી અંગે ફરીયાદ આપેલ હતી.

ત્‍યારબાદ આ કામના આરોપી વતી રાજકોટના એડવોકેટ મેઘરાજસિંહ એમ. ચુડાસમાએ જામીન અરજી દાખલ કરેલ હતી. જે જામીન અરજીમાં આરોપી વતી દલીલો તથા સુપ્રિમ કોર્ટના જજમેન્‍ટોના આધારે રજૂ થતા રાજકોટના ચીફ.જયુડી.મેજી.શ્રીએ આરોપીને રૂા.૨૦,૦૦૦/ના જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ હતો.આ કામના ફરીયાદી વતી રાજકોટના ધારાશાસ્‍ત્રી મેઘરાજસિંહ એમ.ચુડાસમા રોકાયેલા છે.

(3:35 pm IST)