Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પડધરીના વણકર યુવાનની હત્‍યાના ગુન્‍હામાં પકડાયેલ જાકિર ઉર્ફે લાલાને ૧૦ વર્ષની સજા

આરોપીના અન્‍ય બે ભાઇઓનો નિદોષ છુટકારોઃ કોર્ટે કલમ ૩૦૪ પાર્ટ(ર) હેઠળનો ગુન્‍હો સાબીત માન્‍યોઃ મરનારની પત્‍નિ અન્‍ય સાહેદોની જુબાની ધ્‍યાને લઇને આરોપીને સજા ફટકારી હતીઃ જુની અદાવતનું વેર રાખીને આરોપી જાકિરે વણકર યુવાનની હત્‍યા કરી હતી

રાજકોટ તા. ૧૬: પડધરીના ગીતાનગર વિસ્‍તારમાં જુની અદાવતના કારણે વણકર યુવાન સતિષ નારણભાઇ રાઠોડની છરીના ઘા મારીને હત્‍યા કરી રૂા. ૩પ હજારની લુંટ કરવાના ગુનામાં પકડાયેલ પડધરીના જ મેમણ શેરીમાં રહેતા આરોપી જાકિર ઉર્ફે લાલો મહોબતખાન બ્‍લોચને રાજકોટના અધિક સેસન્‍સ જજ શ્રી ડી. ડી. પટેલે સાપરાધ મનુષ્‍ય વધ હેઠળની કલમ ૩૦૪ પાર્ટ-(ર) હેઠળ તકસીરવાન ઠરાવીને ૧૦ વર્ષની સજા ફટકારી હતી. જયારે સજા પામેલ આરોપીના અન્‍ય બે ભાઇઓ સાદતખાન ઉર્ફે સાજીદ મહોબતખાન બ્‍લોચ અને અમજદખાન ઉર્ફે કાળુ મહોબતખાન બ્‍લોચને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે મરનાર સ્‍તિષભાઇની પત્‍ની કિરણબેન રાઠોડની ફરીયાદના આધારે પડધરી પોલીસે હત્‍યા, એટ્રોસીટી અને લુંટનો ગુ઼નો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું.

બનાવની વિગત મુજબ તા. ૧૧-પ-૧૬નાં રોજ મરનાર સતિષભાઇ તેની પત્‍નિને લઇને પડધરીમાં રહેતા તેના સસરાના ઘરે ગયેલ હતાં અને ત્‍યાંથી પરત પોતાના ઘરે જતાં હતાં ત્‍યારે પડધરીમાં રહેતા દયાબેને ઘરે ચા-પાણી પીવા બોલાવતાં ત્‍યાં આરોપી અને તેના ભાઇઓ ઓચિંતા આવી ચડેલા અને જુની અદાવતનો ખાર રાખીને આરોપી જાકિર ઉર્ફે લાલાએ સતિષભાઇની હત્‍યા કરી હતી, જયારે તેના બે ભાઇઓ મદદગારી કરેલ હોય પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કર્યા હતાં.

આ કેસ ચાલતાં સરકારી વકીલ શ્રી બિનલબેન રવેશીયાએ રજુઆત કરેલ કે, મરનારની ફરિયાદી પત્‍નિ કિરણબેને બનાવને નજરે જોયો છે અને ફરીયાદ પણ તેઓએ આપેલ છે. તેથી તેઓએ આપેલ જુબાની ઉપરથી આરોપીની સંડોવણી પ્રથમ દર્શનીય ફલિત થાય છે.

વધુમાં સરકારી વકીલ બિનલબેને જણાવેલ કે, ફરીયાદી ઉપરાંત બનાવને નજરે જોનાર સાહેદો તરીકે દયાબેન તથા તેમના પતિને પણ તપાસવામાં આવેલ છે જો કે, આ બંને સાહેદો કોર્ટમાં હોસ્‍ટાઇલ થયા હતા પરંતુ ફરીયાદીના પત્‍નિ કિરણબેનની જુબાની તેમજ આરોપીની ઓળખ પરેડ દરમ્‍યાન સાહેદ દયાબેને પણ આરોપીઓને ઓળખી બતાવેલ હોય આરોપીઓની સંડોવણી હોવાની ફરીયાદ પક્ષના કેસમાં ફલિત થતી હોય સરકારી વકીલે આરોપીઓને સજા કરવા રજુઆત કરી હતી.

એડી.સેસન્‍સ જજ, શ્રી ડી.ડી.વકીલે આ કામના મુખ્‍ય આરોપી જાકિર ઉર્ફે લાલો મહોબતખાન બ્‍લોચને સાપરાધ મનુષ્‍યવધ હેઠળની કલમ ૩૦૪ પાર્ટી (ર) હેઠળ ૧૦ વર્ષની સજા અને એક લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપીઓ જો દંડની રકમ ન ભરે તો વધુ એક વર્ષની સજાનો હુકમ કર્યો હતો જયારે તેના અન્‍ય બે ભાઇોઓનો નિર્દોષ છુટકારો ફરમાવેલ હતો. અત્રેએ ઉલ્લેખનીય છે કે, મરનારે મરતા પહેલા તેમના સાળા અને સસરાને પાણ જાકીર ઉર્ફે બાલાએ છરી મારી હોવાની કેફીયત આપતા સરકારી વકીલ બિનલખેબ રવેશીયાએ તેઓના નિવેદનને ડી.ડી.  ગણવા રજુઆત કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. બિનલબેન રવેશીયા રોકાયા હતા.

(3:44 pm IST)