Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મનપા શહેરના ૭પ સ્‍થળોએ વિશ્વયોગ દિનની કરશે ઉજવણી

ર૧ જુને રાજકોટીયનો યોગમય બનશે : મનપાના પદાધિકારીઓ-અધિકારીઓની આયોજન અંગે મીટીંગ યોજાઇ

રાજકોટ, તા. ૧૬ : ૨૭ સપ્‍ટેમ્‍બર ૨૦૧૪ના રોજ સયુંકત રાષ્‍ટ્રસંઘની ૬૯મી સામાન્‍ય સભાને સંબોધતી વખતે પ્રધાનમંત્રીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરતા તા.૧૧ ડીસેમ્‍બર ૨૦૧૪ના રોજ સંયુકત રાષ્‍ટ્ર સામાન્‍ય સભાએ દરખાસ્‍તને સંમતિ આપી ૨૧ જુનને આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ તરીકે સ્‍થાપિત કરવા કરવામાં આવેલ ઠરાવ અનુસંધાને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. જે ભારત માટે અત્‍યંત ગૌરવની વાત છે. ત્‍યારે ગત વર્ષે વૈશ્વિક કોરોનાના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી અંતર્ગત ઘરેથી શહેરીજનોએ યોગ કરેલ. આગામી ૨૧ જુન વિશ્વ યોગ દિનની ઉજવણી માટે તા.૧૫ના રોજ મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને મિટીંગ યોજાયેલ.

૨૧ જુનના રોજ ત્રણેય ઝોન એટલે કે, ઈસ્‍ટ ઝોનમાં પૂ.રણછોડદાસબાપુના આશ્રમનું ગ્રાઉન્‍ડ, સેન્‍ટ્રલ ઝોનમાં રેસકોર્ષ ગ્રાઉન્‍ડ તેમજ વેસ્‍ટ ઝોનમાં નાનામવા ચોક પાસેના ગ્રાઉન્‍ડમાં યોજાશે. આ યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ શહેરીજનો જોડાઈ તેવું આયોજન કરવામાં આવ્‍યું છે આ ઉપરાંત દેશમાં આઝાદી કા અમળત મહોત્‍સવની ઉજવણી થઈ રહી છે ત્‍યારે શહેરના તમામ વોર્ડમાં આવેલ નગર પ્રાથમિક સમિતિની સ્‍કુલો, ગાર્ડન, ખુલ્લા પ્‍લોટ વગેરે જગ્‍યાએ મળી કુલ-૭૫ સ્‍થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.  

 આ મિટિંગમાં રાજકોટ શહેર ભાજપના અધ્‍યક્ષ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિ‘ર આશિષકુમાર, સી.કે.નંદાણી, એ.આર. સિંહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમાર વગેરે ઉપસ્‍થિત રહેલ.

(3:47 pm IST)