Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નિતાબેન મકવાણા બ્રેઇન ડેડ થતાં પરિવારનો પ્રેરક નિર્ણય

રાજકોટઃ નીતાબેન બાબુભાઇ મકવાણા (ઉંમર વર્ષ ૪૦) અમરાપર (થાન) મજૂરી કામ કરી ઘરે આવતા હતા. ત્‍યારે બાઇકની ઠોકર વાગવાથી ઇજા પામ્‍યા. થાનમાં પ્રાથમિક સારવાર મેળવ્‍યા બાદ રાજકોટ ખાતે દાખલ કરાયા હતા. બે-ત્રણ દિવસની સારવાર બાદ બ્રેઇન ડેડ ડિકલેર કરાયા, સ્‍ટર્ર્લિંગ હોસ્‍પિટલમાં કિટીકલકેર સ્‍પેશ્‍યાલિસ્‍ટ ડો. સંકલ્‍પ વણઝારા જે ર૦૦૬થી અંગદાન પ્રવૃતિમાં જોડાયેલા છે. તેઓએ મકવાણા પરિવારને નિતાબેનનાં અંગોનું દાન કરવા સમજાવ્‍યું. શ્રમિક, મહેનતુ તથા સાધારણ પરિવારના હોવા છતાં નિતાબેનનાં પરિવારે હૃદય ઉપર પથ્‍થર રાખી નિતાબેનની બે કિડની તથા લીવર અને બે આંખોનું દાન કરવાની સહમતી આપી. આ સાથે લિવર અને કિડનીને સુરક્ષિત લઇ જવા માટે ગ્રીન કોરીડોર કરી અપાયો. રાજકોટમાં અંગદાનની કાર્ય પ્રવૃતિ ર૦૦૬ થી શરૂ થયેલી અત્‍યાર સુધીમાં રાજકોટમાં ઓર્ગન ડોનેશન ફાઉન્‍ડેશનની મદદથી ૯૬ અંગદાન થઇ ચૂકયા છે. નિતાબેનનું અંગદાન ૯૭ નંબરનું છે.

(3:48 pm IST)