Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

વોર્ડ નં.૧૮ના રિધ્‍ધી સિધ્‍ધી વિસ્‍તારના વિવિધ પ્રશ્નો તાકીદે ઉકેલોઃ રજુઆત

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૮માં આવતા રિધ્‍ધી સિધ્‍ધી પાર્ક સોસાયટીનાં સાંઢીયા નાલા પુલથી રાધે મોમાઇ હોટલ સુધીના સર્વિસ રોડ રસ્‍તા ઉપર ભુગર્ભ ગટર કેનાલમાંથી કાદવ કીચડ, ગંદકી, ગટર ઉપર ઢાંકણાઓ મુકાવી, રોડ રસ્‍તાઓ અતિશય જર્જરીત ઉચા નીચા ખાડા ખરબચડા થઇ ગયેલ હોય તથા નાલા પુલ પાસે અતિશય ચોમાસા વરસાદનું પાણી ભરાઇ છે તેનો નિકાલ કરાવી અપાવવા સહિતના વિવિધ પ્રશ્ને તાકીદે યોગ્‍ય કરવાસામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્‍યુનિ. કમિશ્નરને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ છે.

(3:49 pm IST)