Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રેલનગર વિસ્‍તારની બે ટાઉનશીપમાં વધુ ૧૬ ફલેટને તાળા

આવાસ યોજનાની ટીમે ફરી ધોકો પછાડયો : ક્રાંતિવીર ખુદીરામ બોઝ તથા લોકમાન્‍ય તિલકમાં ચેકીંગ દરમ્‍યાન ભાડે અપાયેલ આવાસો માલુમ પડતા મનપા તંત્ર દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૬: મહાનગરપાલિકા દ્વારા મુખ્‍યમંત્રી આવાસ યોજના અંતર્ગત ક્રાંતિવિર ખુદીરામ બોઝ અને લોકમાન્‍ય તિલક ટાઉનશીપ રેલનગર વિસ્‍તારમાં બનાવવામાં આવેલ છે. જેમાં ક્રાંતિવિર ખુદીરામ બોઝ ટાઉનશીપમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં અવાતા A-34, D-52, E-52, E-61  તેમજ E-63 નંબરના આવાસમાં મૂળ લાભાર્થીના સ્‍થાને અન્‍ય વ્‍યકિતઓ રહેતા માલુમ પડેલ હોવાથી નોટીસ આપવામાં આવેલ હતી.

ઉપરાંત લોકમાન્‍ય તિલક ટાઉનશીપમાં ભાડુઆત અંગેનું ચેકિંગ કરવામાં આવતા D-72, E-13, E-14, E-24, E-44, E-51, E-54, E-63, E-73  તેમજ E-74 નંબરના આવાસમાં મૂળ લાભાર્થીના સ્‍થાને અન્‍ય વ્‍યકિતઓ રહેતા માલુમ પડેલ હોવાથી નોટીસ આપવામાં આવેલ હતી.

જેથી મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની સુચના અન્‍વયે નાયબ કમિશનર એ. કે. સિંહના માર્ગદર્શન હેઠળ આવાસોમાં આવાસ યોજનાની ટીમ દ્વારા વિજીલન્‍સ ટીમ સાથે રાખીને સીલ મારવામાં આવેલ છે. 

(3:49 pm IST)