Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

રાજકોટ રેલવે ડીવીઝનમાં પેન્‍શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન

રાજકોટ, તા. ૧૬ :  પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝન ખાતે આજે પેન્‍શન અદાલતનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફના જણાવ્‍યા મુજબ ભૂતકાળમાં પેન્‍શનરો અને ફેમિલી પેન્‍શનરો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેના આધારે બધા મામલા માં ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્‍યો હતો. કુલ ૬૨ કેસ મળ્‍યા હતા, આ તમામ કેસોનું સ્‍થળ પર નિરાકરણ કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન, કુલ ૧૨ પેન્‍શન પે ઓર્ડર (PPO) જારી કરવામાં આવ્‍યા હતા જે ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી અનિલ કુમાર જૈન અને એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) શ્રી જી પી સૈની દ્વારા નિવળત્ત રેલવે કર્મચારીઓને વ્‍યક્‍તિગત રીતે આપવામાં આવ્‍યા હતા. શ્રી જૈને ઉપસ્‍થિત તમામ પેન્‍શનરોને ખાતરી આપી હતી કે માત્ર પેન્‍શન અદાલત દરમિયાન જ નહીં પરંતુ સામાન્‍ય કામકાજના દિવસોમાં પણ પેન્‍શનરો ની સમસ્‍યાઓ પર સંપૂર્ણ ધ્‍યાન આપવામાં આવશે અને કર્મચારી અને હિસાબ વિભાગ દ્વારા સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. આજની પેન્‍શન અદાલતમાં ૫૫ જેટલા વરિષ્ઠ નાગરિકો/તેમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને પેન્‍શન અદાલતનું સુખદ સમાપન થયું હતું. આ પ્રસંગે સિનિયર ડિવિઝનલ પર્સનલ ઓફિસર શ્રી મનીષ મહેતા, સિનિયર ડિવિઝનલ ફાઇનાન્‍સ મેનેજર શ્રી કિરણેન્‍દુ આર્ય અને એકાઉન્‍ટ્‍સ અને પર્સનલ વિભાગના અન્‍ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહી પેન્‍શન અદાલતને સફળ બનાવી હતી.

(3:52 pm IST)