Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પંત અવેશખાન, શ્રેયસ, અક્ષર પટેલ અને કાર્તિક રાજકોટમાં કૌવત બનાવવું પડશે

આ સિરીઝમાં અત્‍યાર સુધી કંઇ ખાસ પ્રદર્શન કરી ન શકનાર

નવી દિલ્‍હીઃ રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં પસૈંદગીકારોએ સિરીઝ માટે મોટાભાગના યુવા ખેલાડીઓને તક આપી છે. જેજેમાઁ  આઇપીએલમાં તેમના પ્રદર્શનના આધારે ટીમમાં ઘણા ખેલાડીઓ પસંદગી કરવામાં આવી હતી. જો કે આઇપીએલમાં હીરો રહેલા ખેલાડીઓ ઇન્‍ટરનેશનલ લેવલે સંઘર્ષ કરતા જોવા મળ્‍યા હતા. આવો જોણીએ એવા પાંચ ખેલાડીઓ વિશે જેમણે અત્‍યારે સુધી નિરાશ કર્યા છે...

રિષભ પંતઃ સિરીઝ નિષ્‍ફળ ગયેલ ખેલાડીઓમાં ટોચ પર બીજું કોઇ નહીં પરંતુ ટીમની આગેવાની કરેી રહેલો ઋષભ પૅત છે. પંતે અત્‍યાર સુધી ત્રણ મેચમાંૅ ૩૧ બોલનો સામનો કર્યો છે. આ દરમિયાન તે ૧૩.૩૩ની એવરેજ અને ૧૨૯ની સ્‍ટ્રાઇક રેટથી માત્ર ૪૦ રન જ બનાવી શકયો છે. આ દરમિયાન તેના બેટમાંથી બે ચોગ્‍ગા અને આટલી છગ્‍ગઓ આવી છે. તેના IPL 2022 ના પ્રદર્શન વિશે વાત કરીએ તો, ેતેણે ૧૪ મેચની ૧૩ ઇનિંગ્‍સમાં ૩૦.૯૧ની એવરેજ અને ૧૫૧.૭૮ની સ્‍ટ્રાઇક રેટથી ૩૪૦ રન બનાવ્‍યા. આ દરમિયાન તેણે ૩૫ ચોગ્‍ગા અને ૧૬ છગ્‍ગા પણ ફટકાર્યા હતા.

અવેશ ખાનઃ છેલ્‍લા કેટલાક સિઝનથી IPLમાં જબરદસ્‍ત બોલિંગ કરી રહેલો અવેશખાન આ સિરીઝમાં સંપૂર્ણપણે નિષ્‍ફળ રહ્યો હતો. IPL 2022માં ૧૩ મેચોમાં ૨૩.૧૧ની એવરેજ અને ૮.૭૨ની ઇકોનોમીથી ૧૮ વિકેટ લેનાર અવેશ વર્તમાન સિરીઝમાં ત્રણ મેચમાં એક પણ વિકેટ લઇ શકયો નથી. જયારે તેણે ૧૧ ઓવર ફેંકી છે અને આ દરમિયાન તેણે ૭.૯૦ની ઇકોનોમીથી ૮૭ રન આપ્‍યા છે.

શ્રેયસ અય્‍યરઃ KKR ના કેપ્‍ટન રહેલા વરિષ્‍ઠ ખેલાડી શ્રેયસ અય્‍યરે પણ ખાસ પ્રદર્શન કર્યુ નથી. તેના પ્રદર્શનની વાત કરીએ તો તેણે ત્રણ મેચમાં ૭૩ બોલનો સામનો કરીને ૯૦ રન બનાવ્‍યા છે. આ દરમિયાન તેની એવરેજ ૩૦ અને સ્‍ટ્રાઇક રેટ ૧૨૩ રહી છે. તેના બેટમાં ત્રણ ચોગ્‍ગા અને સાત છગ્‍ગા છે. શ્રેયસના આઇપીએલ પ્રદર્શનની વાત કરીએ તો તેણે ૧૪ મેચમાં ૩૦.૮૫ની એવરેજ અને ૧૩૪.૫૬ની સ્‍ટ્રાઇક રેટથી ૪૦૧ રન બનાવ્‍યા છે.

અક્ષર પટેલઃ દિલ્‍હી કેપિટલ્‍સનો હિસ્‍સો રહેલા અક્ષર પટેલના ખરાબ ફોર્મમાં કોઇ સુધારો થયો નથી. IPL 2022માં નિષ્‍ફળ ગયેલા અક્ષરે અત્‍યાર સુધી T20 શ્રેણીમાં નિરાશ કર્યો છે. આઇપીએલમાં તેણે ૧૩ મેચમાં ૭.૪૬ની ઇકોનોમી સાથે ૬ વિકેટ ઝડપી હતી. આ સિરીઝમાં તેણે ત્રણ મેચમાં બે વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે ઘણા બધા રન લૂંટયા છે. તેણે ૯ ઓવરની બોલિંગમાં ૯.૬૬ની ઇકોનોમીથી ૮૭ રન આપ્‍યા છે.

દિનેશ કાર્તિકઃ લાંબા સમય બાદ ટીમ ઇન્‍ડિયામાં વાપસી કરી રહેલો દિનેશ કાર્તિક ફિનિશર તરીકે અત્‍યાર સુધી કંઇ ખાસ કરી શકયો નથી. જો તમે આંકડાઓ પરથી સમજીએ તો IPL માં બેટ વડે ધમાકેદાર ઇનિંગ રમનાર ર્કાર્તિક આવું પ્રદર્શન કરી શકયો નથી. કાર્તિકે ત્રણ મેચમાં ૩૧ બોલનો સામનો કર્યો છે. અને આ દરમિયાન તેણે ૧૧૯ે.૩૫ના સ્‍ટ્રાઇક રેટથી માત્ર ૩૭ રન જ બનાવ્‍યા છે. ટી-૨૦ ક્રિકેટમાં આ સ્‍ટ્રાઇક રેટ ઘણો ઓછો છે. તેના IPL પ્રદર્શનની વાત કરીએ તો તેણે ૧૬ મેચમાં ૫૫ની એવરેજ અને ૧૮૩.૩૩ના સ્‍ટ્રાઇક રેટથી ૩૩૦ રન બનાવ્‍યા

(4:20 pm IST)