Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સરગમ ચિલ્‍ડ્રનના સભ્‍યો માટે રવિવારે ફિલ્‍મ શો :૨૬મીએ ચિત્ર-સ્‍પર્ધા

રાજકોટઃ સરગમ ચિલ્‍ડ્રન કલબના સભ્‍યો માટે તા ૧૯ને રવિવારે સવારે ૯થી ૧૧.૩૦ હેમુગઢવી હોલ ખાતે પિકચર શો નું આયોજન કરવામાં આવેલ છે. આઇકાર્ડ ૃસાથે રાખવુ઼ં બાળકો ને ૧૧.૩૦ વાગ્‍યે તેડી જવું કલબના સભ્‍યો સિવાયના બાળકો માટે રૂા.૧૦૦ ગેસ્‍ટ ચાર્જ રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

રવિવારેના સાંજે ૪થી ૬ ડ્રોઇંગ કોમ્‍પીટીશન બે ગ્રુપમાં  રાખવામાં આવેલ છે. ગ્રુપ એ - ૬થી ૧૦ વર્ષ અને ગ્રુપ બી-૧૧થી ૧૫ વર્ષના  બાળકો ભાગ લઇ શકશે. ડ્રોઇંગ પેપર આપવામાં આવશે. કલર્સ તથા પેડ વગેરે વિદ્યાર્થીઓ એ પોતાની સાથે લાવવાનાં રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં કલબના પ્રમુખ  ગુણવંતભાઇ ડેલાવાળા, ચિલ્‍ડ્રન કલબના પ્રમુખ અલ્‍કાબેન કામદાર, મધુરીકાબેન  જાડેજા, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, અલ્‍કાબેન ધામેલિયા, જયશ્રીબેન વ્‍યાસ, દેવાંશીબેન શેઠ તમામ કમિટી મેમ્‍બર જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:30 pm IST)