Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખીમનપાનો ર૪ કલાક કન્‍ટ્રોલ રૂમ ધમધમ્‍યોઃ નંબરો જાહેર

રાજકોટ તા. ૧૬: મહાનગરપાલિકાના મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાની સુચના અનુસાર જાહેર જનતાના હિતાર્થે ચોમાસાની ઋતુ અનુસંધાને ઇમરજન્‍સી કન્‍ટ્રોલ રૂમ ર૪ કલાક માટે શરૂ કરવામાં આવેલ છે. જેમાં ચોમાસાની ઋતુને લગત કોઇપણ ઇમરજન્‍સી કામગીરી માટે સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ કરેલ છે.

જેમાં કનક રોડ મુખ્‍ય ફાયર સ્‍ટેશન કન્‍ટ્રોલ રૂમ કનક રોડ બસ સ્‍ટેશન પાછળ, કનક રોડ, ૧૦૧/૧૦ર, ૦ર૮૧-રરર૭રરર, રરપ૦૧૦૩, રરપ૦૧૦૪, રરપ૦૧૦પ, રરપ૦૧૦૬, રરપ૦૧૦૭, રરપ૦૧૦૮, રરપ૦૧૦૯, રર૩૬૧૮૩, રર૩૭૧૮૪ફલ્‍ડ કન્‍ટ્રોલ રૂમ ટેકનિકલ જયુબિલી બાગ અંદર બીએસએનએલ ઓફીસ સામે ૦ર૮૧-રરરપ૭૦૭, ૦ર૮૧-રરર૮૭૪૧ તથા કમાન્‍ડ એન્‍ડ કન્‍ટ્રોલ રૂમ નાના મવા સર્કલ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, ૦ર૮૧-ર૯૭૭૭૭પ, ૦ર૮૧-ર૯૭૭૭૭૩નો કોઇપણ પરિસ્‍થિતિમાં સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

(4:33 pm IST)