Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

સદરના ઇદગાહ વિસ્‍તારમાં દુષીત પાણીની સમસ્‍યા હલ કરતુ મનપા તંત્ર

કુલ ૧૬૩ ઘરોના ૭૦૭ લોકોની ચકાસણીઃ ઓરઆરએસ અને કલોરીન ટેબલેટનું વિતરણ કરાયુ

રાજકોટ તા. ૧૬ : ગત અઠવાડીયે શહેરના વોર્ડ નં. ૭ના સદર વિસ્‍તારમાં દુષીત પાણી વિતરણ થતા સ્‍થાનીક રહેવાસીઓ મનપાની ઓફીસે દોડી જઇ કમિશ્નર અમિત અરોરાને આવેદન આપી સત્‍વરે સમસ્‍યા હલ કરવા નહી તો ઝાડા-ઉલ્‍ટીના કેસ વકરવાનું જણાવેલ આ અંગે વોર્ડ નં. ૭ કોર્પોરેટર નેહલ શુકલ તે સમયે વિદેશ હોય ત્‍યાંથી પણ તેમણે મ્‍યુ. કમિશ્નરને ફોન દ્વારા દુષીત પાણી અંગે ફરીયાદ કરેલ.

આ અંગે મનપાના આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ દ્વારા જે વિસ્‍તારમાં કેસો મળી આવેલ તે વિસ્‍તારમાં તુરંત જ આરોગ્‍ય અધિકારી એપેડેમીક મેડીકલ ઓફીસર તથા અન્‍ય મેડીકલ ટીમ દ્વારા સ્‍થળ મુલાકાત કરીને ત્‍યાં સઘન સર્વે કરવામાં આવેલ છે તેમ જોવા મળેલ દર્દીઓને સ્‍થળ પર તાતકાલીક સારવાર આપવામાં આવેલ છે.

વોટરવર્કસ શાખા સાથે સંકલન કરી પીવાના પાણીનું બેકટરીવાલાજીકલ પરીક્ષણ કરવા માટે જણાવવામાં આવેલ છે તેમજ આરોગ્‍ય ટીમ તથા વોરટવર્કસ શાખાની ટીમને સાથે રાખીને વોટર ફિલ્‍ટર પ્‍લાન્‍ટની મુલાકાત કરવામં આવેલ છે. વોટર વર્કસ શાખાને ૧ અઠવાડીયા સુધી વિસ્‍તારમાં આપવામાં આવતા પીવાના પાણીનું સુપરકલોરીનેશન કરવા માટે જણાવવામાં આવેલ છે. સાથેજ સોલીડ-વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા સાથે સંકલન કરી વિસ્‍તારમાં સાફ-સફાઇ યોગ્‍ય રીતે જળવાઇ રહે તે સુનિીત કરવા માટે જણાવેલ છે.  આરોગ્‍ય કેન્‍દ્રના મેડીકલ ઓફીસરને અન્‍ય કોઇ પણ પાણીજન્‍ય રોગના કેસ નોંધાયા તો તુરંત જ સેન્‍ટ્રલ ઝોન કચેરી ખાતે જાણ કરવા તથા એપિડેમિક મેડીકલ ઓફીસર સાથે સંકલનમાં રહેવા માટે જણાવવામાં આવેલ છે. આરોગ્‍ય શાખાના એ.એન.એમ. સ્‍ટાફ દ્વારા લોકોને ઉકાળેલુ પાણી પીવા તથા સ્‍વચ્‍છતા રાખવા જમતા પહેલા સાબુથી હાથ ધોવા તેમજ આઇઇસી પ્રવૃતિ કરવામાં આવેલ છ.ે

આગામી દિવસોમાં આરોગ્‍ય કેન્‍દ્રના મેડીકલ ઓફીસરને વિસ્‍તારમાં સઘન મોનીટરીંગ કરવા તથા આગામી ૩ દિવસો સુધી સતત સર્વે ચાલુ રાખવા માટે સુચના આપેલ છે જેથી વિસ્‍તારમાં પાણી જન્‍ય રોગચાળો ફેલાતો અટકાવી શકાય ઇદગાહ મસ્‍જીદશેરી વાળા સ્‍લમ વિસ્‍તારમાં અગાઉ આવેલ રજુઆત અન્‍વયે છેલ્લા ૩ દિવસથી ગંદુપાણી મિશ્રીત થવાના સોર્સ માટે કામગીરી વોટરવર્કસ શાખા દ્વારા ચાલુ હતી જે અન્‍વયે એક મિશ્રીત થવાનો સોર્સ મળતા રીપેરીંગ કામગીરી કરવામાં આવેલ છે.  આજ રો પાણી ચેક કરતા મહદઅંશે ચોખ્‍ખુ પાણી મળવા પામેલ છે તેમ છતાં હજુ એક દિવસ પછી બાયોલોજીકલ સેમ્‍પલ લઇ ખાતરી કર્યે કામગીરી પુર્ણ કરવામાં આવશે.

આ વિસ્‍તારમાં ૧૬૩ ઘરોમાં સર્વે કરવામાં આવેલ ૭૦૭ લોકોને આવરી લેવામાં આવેલ ઝાડા ઉલ્‍ટીના ર કેસ, સામાન્‍ય તાવનો શુન્‍ય, ફકત ઝાડાના ૮ કેસ, એક પણ કેસ રીફર કરવામાં આવેલ નથી ર૮૯ ઓઆરએસ પેકેટ તથા ૩ર૬૦ કલોરીન ટેબ્‍લેટનું વિતરણ કરાયેલે.

(4:41 pm IST)