Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ભાજપ ડોકટર સેલ દ્વારા કાલે કુપોષીત બાળકોનો ચેકઅપ કેમ્‍પ

રાજકોટઃ પ્રદેશ ભાજપ ડોકટર સેલના સંયોજક ડો. અતુલ પંડયા, સૌરાષ્‍ટ્ર ઝોન ડોકટર સેલના સંયોજક ડો. અમીત હપાણી, શહેર ભાજપ ડોકટર સેલના સંયોજક  ડો. ચેતના લાલસેત્તા, સહ સંયોજક ડો. નરેન્‍દ્ર વિસાણીની યાદીમાં જણાવાયેલ છે કે ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલજીનાં નેતૃત્‍વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં  સુપોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે. ત્‍યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સંયોજક કિશોર રાઠોડ અને સહસંયોજક વિક્રમ પુજારા દ્વારા કાલે બાળકોનો ફ્રી ચેકઅપ કેમ્‍પ યોજાયેલ છે. આવતીકાલે સુપોષણ અભિયાન અંતર્ગત આવતીકાલે તા.૧૭ના સવારે ૧૦ કલાકે શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા શહેરના તમામ વોર્ડમાં કુપોષીત બાળકોને શહેરના નિષ્‍ણાંત તબીબો દ્વારા નિઃશુલ્‍ક ફ્રી મેડીકલ ચેકઅપ કરાશે.

(4:41 pm IST)