Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

લાલપરીના રાજૂભાઇ દાદરેચાની હત્‍યા થયાનો આક્ષેપઃ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપવા માંગણી

ઘરેથી નીકળ્‍યા બાદ ચાર દિવસ પછી તળાવમાંથી લાશ મળી હતી : રિક્ષા, મોબાઇલ ફોન, રોકડ પણ ગાબ હતાં: શકમંદો સામે કડક કાર્યવાહી નહિ થયાનો આક્ષેપઃ મૃતકના દિકરી અને સ્‍વજનોની પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૬: લાલપરી મફતીયાપરામાં રહેતાં રાજુભાઇ શિવાભાઇ દાદરેચા (ઉ.વ.૪૫) નામના કોળી આધેડ શુક્રવારે તા. ૩ના સવારે રિક્ષા લઇને નીકળ્‍યા બાદ ગૂમ થતાં અને બીજા દિવસે તેની નવાગામ રાણપુર નજીક વાંકાનેર રોડ નાયરા પંપ પાછળ સંઘા ડેમ તળાવમાંથી લાશ મળી આવતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. લાશ મળી ત્‍યારે રાજુભાઇની રિક્ષા, મોબાઇલ, પર્સ ગાયબ હોઇ પરિવારજનોએ મૃત્‍યુ અંગે શંકા દર્શાવી છે. તેમને તરતા આવડતું હોઇ તે ડૂબે જ નહિ તેવું જણાવી કોઇએ ડૂબાડી દીધાની શંકા તેમના ભાઇ સહિતના સ્‍વજનોએ દર્શાવતા પોલીસે તપાસ આદરી હતી. દરમિયાન આ બનાવ હત્‍યાનો હોવાનો અને શકમંદોને પોલીસ છાવરી રહી હોવાનો આક્ષેપ મૃતકના દિકરી સહિતના સ્‍વજનોએ કરી પોલીસ કમિશનરને રજૂઆત કરી આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે રાજુભાઇ ઘરેથી નીકળ્‍યા બાદ તેમની લાશ મળી હતી. ડૂબી જવાથી મોત થયાનું કહેવાયું હતું. પરંતુ અમને પુરી શંકા છે કે તેમને મારીને ડુબાડી દેવામાં આવ્‍યા છે. તેમને તરતા આવડતું હોઇ તે ડૂબે નહિ તેમ જણાવી પરિવારજનોએ શકમંદો તરીકે નિતીન, દેવો, મહેશ, ભોલીયો તથા અજાણ્‍યા શખ્‍સો તરફ આંગળી ચીંધી છે અને પોલીસ આ શખ્‍સોને ઉઠાવી આકરી પુછતાછ કરે તો બનાવ હત્‍યાનો હોવાનું સ્‍પષ્‍ટ થઇ જશે તેવી ખાત્રી દર્શાવી છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે અમને પુરી શંકા છે કે કોઇપણ કારણોસર રાજુભાઇની હત્‍યા કરી લાશ પાણીમાં ફેંકી દેવામાં આવી હશે. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવા અમારી માંગણી છે.  તેમ વધુમાં જણાવી આ રજૂઆત રાજ્‍યના પોલીસ વડા, ડીઆઇજી, સચીવશ્રી , એસીપી સહિતને કરવામાં આવી છે. રજૂઆતમાં મોટી સંખ્‍યામાં રાજુભાઇના કુટુંબીજનો, સગા સ્‍નેહીઓ જોડાયા હતાં. (૧૪.૧૦)

વ્‍યાપી ગઇ હતી.

બિપીનભાઇએ કહ્યુ઼ હતું કે મારા ભાઇ રાજુભાઇને તરતાં આવડતું હતું. તે જાતે ડૂબે જ નહિ, કોઇએ ડૂબાડી દીધાની અમને શંકા છે. વળી તેમની રિક્ષા ગૂમ છે અને તેમનો મોબાઇલ ફોન અને પર્સ પણ ગાયબ છે. અમે મૃત્‍યુ અંગે શંકા દર્શાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પીએસઆઇ જે. કે. પાંડાવદરાએ જણાવ્‍યું હતું કે રિક્ષા મળી નથી તે શોધી રહ્યા છીએ અને ખરેખર ઘટના શું બની? તે હાલમાં કહી શકાય નહિ. તપાસ બાદ સાચી વિગતો બહાર આવશે. મૃતકની ઘટના સ્‍થળથી તસ્‍વીર ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી. (ફોટો-અશોક બગથરીયા)

(4:41 pm IST)