Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

આપણે સીરીઝ જીતીશુ જ એવી મને આશા: હર્ષલ પટેલ

રાજકોટ : આજે સાંજે ખંઢેરીના મેદાનમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, છેલ્લી ૨ મેચોમાં ભારતને બેટીંગ અને બોલીંગમાં ભારી સફળતા મળી ન હતી. પ્રથમ ટી-૨૦માં તો ભારતના બેટરોએ શાનદાર બેટીંગનું પ્રદર્શન કર્યુ હતું અને મોટો જુમલો ખડકયો હતો. પરંતુ આફ્રિકાના બેટરોએ પણ મજબૂત બેટીંગ કરી જીત મેળવી લીધી હતી. જયારે ત્રીજા ટી-૨૦માં ભારતે સારો જુમલો ખડકયો હતો. ત્યારબાદ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરી આપણને જીત અપાવી હતી. હાલ આપણે સીરીઝમાં ૧-૨થી પાછળ છીએ.

એક પ્રશ્નના જવાબમાં હર્ષલ પટેલે કહ્યું હતું કે, ક્રિકેટ એક એવી ગેમ છે અને તે અમે બહુ આગળ અને પાછળનું જોઈને રમતા નથી. હાલ તો અમારૃ ફોકસ આગલા બે મેચ જીતવામાં જ છે. ત્યારબાદ આગળની કોઈ પણ સીરીઝ અંગે વિચારીશુ.

(6:04 pm IST)