Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૬: સિવિલ હોસ્પિટલના વોર્ડ નં. ૧૧ પાસે અજાણ્યા આશરે ૭૦ વર્ષના વૃધ્ધ બેભાન પડ્યા હોઇ ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયા હતાં. પરંતુ તેમને તબિબે મૃત જાહેર કર્યા હતાં. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, પરિચીત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલ વધુ તપાસ કરે છે.

(11:44 am IST)