Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

૧૦ દિવસની બાળકીનું લોહીની ઉલ્ટી થયા બાદ મોત

અટિકાની યોગેશ્વર સોસાયટીનું પરપ્રાંતિય દંપતિ શોકમાં ગરક

રાજકોટ તા. ૧૬: અટિકા નહેરૂનગર રોડ આહિર ચોક પાસે યોગેશ્વર સોસાયટીમાં રહેતાં અને ભઠ્ઠીમાં મજૂરી કરતાં પરપ્રાંતિય રત્ના નાયકની નવજાત બાળકી બેબી (ઉ. ૧૦ દિવસ)ને રાતે અચાનક લોહીની ઉલ્ટી થતાં સારવાર માટે ગુંદાવાડી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં માતા-પિતા શોકમાં ગરક થઇ ગયા હતાં. ભકિતનગર પોલીસ મથકના હેડકોન્સ. મયુરરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:45 am IST)