Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કપાસમાં તેજી અટકતી જ નથી : એક મણનો ૧૭૨૧ રૂ. વિક્રમજનક ભાવ

રાજકોટ તા. ૧૬ : કપાસમાં અવિરત તેજીના પગલે રોજબરોજ નવી વિક્રમજનક ભાવ સપાટી જોવા મળી રહી છે.

આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ એક મણનો ભાવ ૧૭૨૧ રૂ.ની ઓલટાઇમ હાઇસપાટીના ભાવે સોદા પડયા હતા. રાજકોટ યાર્ડમાં કપાસની આજે ૫૦૦ કિવીન્ટલની આવક હતી અને એક મણ કપાસના ભાવ ૧૨૫૦ રૂ. ૧૭૨૧ રૂ.ના ભાવે સોદા પડયા હતા.  ચાલુ વર્ષે કપાસનું ઓછું ઉત્પાદન અને સાથે લેવાલી નીકળતા કપાસના ભાવો સતત વધી રહ્યા છે. એક મહિના પૂર્વે કપાસને એક મણના ભાવ ૧૫૬૦ રૂ.ના વિક્રમજનક ભાવે સોદા પડયા હતા. ત્યારબાદ કપાસની ઓછી આવકો સામે સતત લેવાલી નીકળતા ભાવો વધી રહ્યા છે. જો કે, મોટાભાગના ખેડૂતોએ સીઝનની શરૂઆતમાં જ પોતાનો કપાસ વેચી નાંખ્યો હતો. ત્યારબાદ કપાસના સતત ભાવો વધી રહ્યા છે.  છેલ્લા એક દસકામાં કપાસ એક મણનો ભાવ ૧૭૨૧ રૂ. વિક્રમજનક સપાટીએ છે અને હજુ પણ ભાવો વધે તેવી શકયતા હોવાનું વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.

(12:47 pm IST)