Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઉમિયા માતાજી મંદિર સિદસર શિક્ષણ સમિતી દ્વારા કાલથી સપ્તાહભર ઓનલાઇન કારકિર્દી સંવાદ

રાજકોટ તા. ૧૬: ધો. ૧૦ એ ૧ર પછીના વિવિધ અભ્યાસક્રમો, એડમિશન પ્રોસેસ અને સરકારની વિદ્યાર્થીઓ માટેની વિવિધ યોજનાઓની યોગ્ય માહીતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચે એ હેતુથી શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર શિક્ષણ સમિતિ દ્વારા તા. ૧૭ જુલાઇ થી રર જુલાઇ સુધી રાત્રે ૯ કલાકે ફેસબુક લાઇવના માધ્યમ દ્વારા ઓનલાઇન વેબિનારનું આયોજન કરેલ છે.

જેમાં  કાલે ૧૭ જુલાઇ એ ઉચ્ચ અભ્યાસ સહાય માટેની સરકારની વિવિધ યોજનાની માહીતી કે જે બિન અનામત આયોગમાંથી દિનેશભાઇ આરદેસણા, AVPTI માંથી પીયુષ દલસાણીયા, તથા પારૂલ યુનિવર્સિટી માંથી પ્રોફેસર ભાવિક કટારીયા માહીતી આપશે. બીજા દિવસે તા. ૧૮ના ધોરણ ૧૦ પછીના અભ્યાસક્રમો અને તેમની ઉજવળ તકો એ વિષય અંતર્ગત જુનાગઢ આઇ.ટી. આઇ.માંથી લેકચરર કુલદીપ ભાલોડીયા, મારવાડી યુનિવર્સિટીમાંથી હાર્દિક સવસાણી, અને દર્શન યુનીવર્સિટીમાંથી બાંભવા સાહેબ માહિતી આપશે.

ત્રીજા દિવસે તા. ૧૯ના ધો. ૧ર સાયન્સ એ ગ્રુપ પછીના અભ્યાસક્રમો માટે સુભાસ કોલેજમાંથી પ્રોફેસર જે જે પટેલ,  LE કોલેજ મોરબીમાંથી પ્રોફેસર ચિરાગ મારડિયા, અને IIT મુંબઇથી અંકુર ખાનપરા જોડાશે. ચોથા દિવસે ર૦ના ધોરણ ૧ર સાયન્સ બી ગ્રુપ પછીના અભ્યાસક્રમો માટે ડો. આકાશ માકડીયા, ડો. ક્રિષ્ના જોષી, અને મહેશભાઇ બાવરવા માહીતી આપશે. પાંચમાં દિવસે તા. ર૧ના ધોરણ ૧ર કોમર્સ અને આર્ટસ પછીના અભ્યાસક્રમો માટે RK યુનીવર્સિટી માંથી પ્રોફેસર હેમેન કાલરીયા, ડો. અનીલ હોથી, તથા જાણીતા ડિઝાઇનર નીરવ કાથરોટીયા જોડાશે.

કારકિર્દી સંવાદ ર૦ર૧ના છેલ્લા દિવસે એટલે કે રર જુલાઇ એ વિવિધ કોમ્પીટીટીવ પરીક્ષાલક્ષી માહીતી વિષયક સેમિનાર રહેશે, જેમાં ડો. મેહુલ બારસરા, ડેપ્યુટી કલેકટર નખત્રાણા, ડો. હાર્દિક માકડીયા આસીસ્ટન્ટ કમિશનર પોલીસ સાઇબર ક્રાઇમ વડોદરા બ્રાન્ચ, ઉતમ કાનાણી મામલતદાર રાજકોટથી જોડાશે. દરેક સેશનમાં ખાસ એજયુકેશન સાથે સંકળાયેલા અનુભવી તજજ્ઞો સેશન ગયેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે આ સમગ્ર કારકિર્દી સંવાદ ર૦ર૧ ઉમિયાધામ સીદસરના ઓફીસીયલ ફેસબુક પેજ UMIYADHAM SIDSAR અથવા એમની શોર્ટ લિંકઃ rb.gy/ezuopf દ્વારા દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્કૂલના શિક્ષકો ને જોડાવા ઉમિયા માતાજી મંદિર સીદસરના શિક્ષણ સમિતિના પ્રમુખ ડો. મહેન્દ્રભાઇ પાડલીયા, ઉપપ્રમુખ ડો. જયેશભાઇ વાછાણી, મંત્રી ભરત અમૃતીયા તથા શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા આયોજન કરેલ છે. આ સમગ્ર પ્રોગ્રામનું કો ઓર્ડીનેશન ચાર્મિન જારસાણીયા તથા પિયુષ દલસાણીયા દ્વારા કરવામાં આવેલ છે.

(3:06 pm IST)