Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

જુના યાર્ડ પાછળ શૌચાલયમાંથી ૨૫ હજારના દારૂ સાથે આશિષ પકડાયોઃ પિન્ટૂની શોધ

બી-ડિવીઝન પોલીસનો દરોડોઃ ગાંધીગ્રામ પોલીસે બે દરોડામાં બે શખ્સને ૧૯ બોટલ સાથે પકડ્યાઃ એકનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૧૬: જુના માર્કેટ યાર્ડ પાસે કરણાભાઇના ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ આવેલા જાહેર શૌચાલયમાં બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી શૌચાલયના કર્મચારી મુળ બિહારના શખ્સને રૂ. ૨૫૨૦૦ના૭૨ બોટલ દારૂ સાથે પકડી લીધો છે. આ દારૂ અહિ ઉતારનારા ભરવાડ શખ્સની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ ગાર્ડન રેસ્ટોરન્ટ પાછળ આવેલા જાહેર શૌચાલયમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. યુ. વાળા અને સ્ટાફે દરોડો પાડી તપાસ કરતાં રૂ. ૨૫૨૦૦નો ૭૨ બોટલ દારૂ મળી આવતાં કબ્જે કરી કર્મચારી મુળ બિહાર સમસ્તીપુરના તીસવાડા ગામના આશિષ ફાવાનંદ ઠાકુર (ઉ.૨૫)ને પકડી લીધો છે. તેની પુછતાછમાં માલધારી સોસાયટીના પિન્ટૂ વીભાભાઇ રાતડીયાનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં આ કામગીરી થઇ હતી.

જ્યારે ઢેબર રોડ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ એસબીઆઇ બેંક પાસેથી આનંદનગર કોલોનીના બ્લોક નં. ૮ રૂમ નં. ૫૧માં રહેતાં ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.૪૦)ને રૂ. ૧૫૦૦ના ત્રણ બોટલ દારૂ સાથે જીજે૦૩એફમએમ-૧૪૪૯ નંબરના એકટીવા સાથે ભકિતનગરના પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં એએસઆઇ સમીરભાઇ શેખ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, ભાવેશભાઇ સહિતની ટીમે પકડી લીધો હતો. આ શખ્સ પ્રાઇવેટ નોકરી કરે છે.

ગાંંધીગ્રામ પોલીસે બે દરોડામાં લાખના બંગલા મેઇન રોડ પરથી મયુર લલીતભાઇ ધામેચા (ઉ.૩૫-રહે. ગોૈતમનગર-૭)ને રૂ. ૪૦૦ના એક બોટલ સાથે તથા ગાંધીગ્રામ વેલનાથ ચોક આશાપુરા મંદિર પાસે આશાપુરા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ નં. ૩૦૩માંથી અનિલપરી પ્રવિણપરી ગોસ્વામી (ઉ.૨૯-રહે. નાગેશ્વર પાર્ક, પટેલ ચોક, કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટ-૧૦૨ ભાડેથી)ને રૂ. ૭૨૦૦ના ૧૮ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ દારૂમાં યશપાલ નિર્મળભાઇ ડાવેરાનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરાઇ છે. પીઆઇ કે. એ. વાળા, પીએઅસાઇ ટી. ડી. બુડાસણા, જે. એસ. હુંબલ, જી. ડી. શિયાર, હંસરાજભાઇ ઝાપડીયા, અર્જુનભાઇ ડવ, સુધીરભાઇ, ક્રિપાલસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

(3:12 pm IST)