Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

શારદાબાગ પાસે ફ્રુટ ભરેલી રિક્ષા અને કાર અથડાયાઃ બંનેમાં નુકસાન

રાજકોટઃ સવારના પ્હોરમાં શારદાબાગ નજીક ફ્રુટ ભરેલી માલવાહક રિક્ષા અને એક કાર અથડાતાં બંને વાહનોમાં ભારે નુકસાન થયું હતું. રિક્ષા જ્યુબીલીમાંથી ફ્રુટ ભરી બહુમાળી ભવન તરફના રોડ પર જઇ રહી હતી અને કાર કલેકટર કચેરીવાળા રોડ તરફથી શારદાબાગ તરફ આવી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. પણ બંને વાહનોમાં નુકસાન થયું હતું. આ મામલે વાહનચાલકોએ ઘરમેળે સમાધાન કરી લીધું હતું.

(3:14 pm IST)