Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

જૈન સંસ્થા દ્વારા ૮૦ લાખનું શ્રી પંચનાથ હોસ્પિટલમાં ૨ ઓકિસજન પ્લાન્ટ માટે અનુદાન

રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અમેરિકાની

રાજકોટ : માતૃભૂમિનું ઋણ ચૂકવવાનો આ અવસર છે આવા ઉચ્ચતમ ભાવો સાથે ભારતથી દૂર રહેવા છતા USAના JAINA સંસ્થાના ભાવિકોએ, ભારત દેશની કોરોના મહામારીની અતિ વિકટ પરિસ્થિતિ નિહાળી, ઓકિસજન અને દવાઓના અભાવે અનેક જીવોને મૃત્યુ પામતા નિહાળી, હજારો ગરીબ પરરવારોની આર્થિક વિષમતાને નિહાળી તેવા દરેક પરિવારોને સહારો આપવા, તેઓને મૃત્યુના મુખથી બચાવવા માટે માનવતાના મસીહા એવા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી ૮૦ લાખનું અનુદાન સાથે રાજકોટની શ્રી પંચનાથ હોસ્પિટલમાં AIROX Technologies Pvt. Ltd.ના ૨ oxygen plants ટુંક સમયમાં ઇન્સ્ટેલ થઈ રહ્યાં છે.

જૈના અમેરિકાનીની એક એવી સંસ્થા છે, જે વષોથી North America ના હજારો જૈનોને જોડીને જૈન ધર્મનું સંરક્ષણ કરી તેનો પ્રચાર કરવોનો પુરુષાર્થ કરે છે. જેમાં ૭૨ જેટલાં જૈન સેન્ટર્સ જોડાયેલાં છે અને ૧,૫૦,૦૦૦ જેટલાં સભ્યો છે.

8th May, 2021¨¾ ßùÉ Emergency India Covid Relief Sadharmik fund and Humanitarian aidsના પ્રોગ્રામ હેઠળ JAINAના president શ્રી મહેશભાઈ વાધર, શ્રી હરેશભાઈ શાહ, ડો. શ્રી જશવંતભાઈ મોદી, શ્રી નિતીનભાઈ શાહ આદિની ભાવભરી વિનંતીથી અને શ્રી સોનલબેન અજમેરાના પ્રયત્નથી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ અને આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરીજી મહારાજ સાહેબનું Zoom live દ્વારા JAINAના ભાવિકો માટે એક માંગલિક અને પ્રેરણાત્મક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Emergency India Covid Relief Sadharmik fund and Humanitarian aids અંતર્ગત આયોજિત માંગલિક પ્રવચનમાં રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવે માતૃભૂમિ પ્રત્યે ભકિત અર્પણ કરવાની પ્રેરણા અને માતૃભૂમિથી દૂર રહેવા છતાં માતૃભૂમિ માટેની સદભાવના અને પરોપકારના કાર્યોની પ્રશસ્તિ એવી અંતરસ્પર્શી બની કે, એ જ સમયે સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના મનુભાઈ અને રિકાબેન શાહ, વાધર ફેમિલી ફાઉન્ડેશનના મહેશભાઈ વાધર અને વર્ધમાન ચેરિટેબલ ફાઉન્ડેશનના ડો. જશવંતભાઈ અને ડો. મીરાબેન મોદીએ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાને વધાવતાં ૭ લાખ ડોલરનું ફન્ડ અર્પણ કરવાનો નિર્ણય વ્યકત કર્યો અને સાથે-સાથે ભાવના વ્યકત કરી કે અન્ય સંસ્થાઓ, ભાવિકો, જૈન centres આદિ જેટલી અનુદાન અર્પણ કરશે એટલું જ અનુદાન સામે અમે પણ માતૃભૂમિ માટે અર્પણ કરીશું.

ભારતના કપરા સમયમાં JAINAના અમૂલ્ય સાથની એતિહાસિક સાક્ષી બનવાની મંગલ પ્રેરણા કરતાં, પરમ ગુરૂદેવની પ્રેરણાથી પ્રેરિત થઈ ઉપસ્થિત અનેક જૈન સેન્ટર્સ, સંસ્થાઓ અને ભાવિકોએ પણ ભકિતભાવે જોડાઈને પોતાનું અનુદાન જાહેર કર્યુ હતું.

JAINAનું અનુદાન અને સદભાવનાથી ભારતની આ ૧૩- હોસ્પિટલમાં oxygen plant install  કરવા માટે અનુદાન અર્પણ કરવામાં આવ્યું છે. જેનાથી ૧૯૪૮ beds અને ૧૪૮ ICU ને સહાય મળશે.

કાલિદાસ હોસ્પિટલ- વ્યારા, સેવા Rural હોસ્પિટલ-ઝગડિયા, શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ-ધરમપુર, અલીપોર હોસ્પિટલ-નવસારી, જીવન જયોત જનરલ હોસ્પિટલ / PMS Maternity Nursing Home, કાશ્મીરની હોસ્પિટલ, ગુજરાતની હોસ્પિટલ, પંચનાથ હોસ્પિટલ-રાજકોટ, વીરાયતન, સમર્પણ હોસ્પિટલ-જામનગર,દયાનંદ હોસ્પિટલ-તલાસરી, કાંદિવલીની હોસ્પિટલ,વીરાયતન-કચ્છ Oxygen plants એ માત્ર વર્તમાન કોવિડ- ૧૯ પરિસ્થિતિ માટે નથી પણ oxygen plants દ્વારા બીજા ૧૫-૨૦ વર્ષ સુધી અનેક દર્દીઓને oxygenના અભાવનું સમાધાન પ્રાપ્ત થશે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણા અને JAINA ના પુરુષાર્થથી, ઉદારહૃદયા દાતાઓના અનુદાનથી ટૂંક સમયમાં જ ભારતની રાજાણી નગરી રાજકોટમાં શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પંચનાથ hospitalમાં oxygen generation plant શરૂ થવા જઈ રહ્યો છે એ માટે ૮૦ લાખનું ફંડ hospitalના પ્રાપ્ત થઈ ગયું છે.

શ્રી પંચનાથ hospitalના oxygen plant માટે મનુભાઈ અને રિકાબેન શાહ, મહેશભાઈ વાધર અને ડો. જશવંતભાઈ અને ડો. મીરાબેન મોદીએ ૪૦ લાખનું અનુદાન અર્પણ કર્યુ છે અને Jain centre of Metropolitian - Washingtonના પ્રમુખ શ્રી શરદભાઈ દોશીએ સંઘના ભાવિકોના સહયોગથી ૪૦ લાખનું અનુદાન અર્પણ કર્યુ છે.

શ્રી પંચનાથ હોસ્પિટલ રાહત દરે દર્દીઓની સારવાર કરે છે. શ્રી પંચનાથ કોવિડ - ૧૯ રજિસ્ટર hospital છે. શ્રી પંચનાથ hospitalના પ્રમુખ દેવાંગભાઈ માંકડ અને મંત્રી મયુરભાઈ શાહ એ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવને જણાવ્યું કે, ભવિષ્યમાં અમે ગોંડલ સંપ્રદાયના સર્વ સાધુ-સાધ્વીજીઓની સર્વ પ્રકારની સેવા-સુશ્રુસા નિઃશુલ્ક કરીશું.

તે માટે પૂજય નમ્રમુનિની પ્રેરણાથી પ્રવીણભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ, મયુરભાઈ શાહ અને હિતેશભાઈ મહેતાની નિમણૂંક કરેલ છે.

શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ, મંત્રી મયુરભાઈ શાહ , કોષાધ્યક્ષ ડી.વી.મહેતા, ટ્રસ્ટીઓ ડો. રવિરાજ ગુજરાતી, વસંતભાઈ જસાણી, મહેન્દ્રભાઈ ગોહેલ, અનિલભાઈ દેસાઈ, સંદીપભાઈ ડોડીયા, જૈમીનભાઈ જોશી, નિરજભાઈ પાઠક, નિતીનભાઈ મણિયાર, મિતેષભાઈ વ્યાસ, નારણભાઈ લાલકીયા, મનુભાઈ પટેલ આદિ સેવાભાવી ભાવિકો હોસ્પિટલના વિકાસ માટે સદાય તત્પર રહે છે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી શ્રી પંચનાથ હોસ્પિટલમાં શરૂ થનાર ઓકિસજન પ્લાન્ટ, વર્ષો સુધી અનેક ભાવિકોને જીવનદાન અર્પણ કરવામાં સહાયરૂપ બનશે.જૈન સંત એ પંચનાથ હોસ્પિટલ ને અનુદાન અર્પણ કરાવી સર્વધર્મ સમભાવનું ઉચું ઉદાહરણ સર્જેલ છે.

(3:16 pm IST)