Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

કોંગ્રેસ અનુ. જાતિ મોરચા દ્વારા ઇંધણનાં ભાવ વધારા સામે પેટ્રોલ પમ્પમાં વિરોધઃ અટકાયત

રાજકોટ : પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવને કારણે અસહ્ય મોંઘવારીનો સામનો દેશની પ્રજા કરી રહી છે ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે આંદોલનનો પ્રારંભ કરાયો છે. જેનાં ભાગરૂપે આજે સવારે શહેર કોંગ્રેસનાં અનુસુચિત જાતિ ડીપાર્ટમેન્ટનાં આગેવાનો કાર્યકરોએ ગેસ્ફોર્ડ સિનેમા રોડ પર આવેલ 'સેલ' કંપનીનાં પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરી અને સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ ચકકાજામનો પ્રયાસ કરતાં પોલીસે આગેવાનો  - કાર્યકરોની અટકાયત કરી હતી. તે વખતની  તસ્વીરમાં પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, નરેશભાઇ સાગઠીયા વગેરે આગેવાનો ત્થા કાર્યકરો દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:17 pm IST)