Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અપહરણ-બળાત્કારના ગુન્હામાં ૭ વર્ષની વોન્ટેડ દંપતિ પકડાયું

રૂરલ પેટ્રોલ ફર્લો સ્કવોર્ડ દબોચી લઇ કોટડાસાંગાણી પોલીસને હવાલે કર્યા

રાજકોટ, તા. ૧૭ : અપહરણ બળાત્કારના ગુન્હામાં ૭ વર્ષથી વોન્ટેડ આદિવાસી દંપતિને રૂરલ પેરોલ ફર્લો સ્કવોર્ડ દબોચી લીધા હતા. જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની એસ.પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ પેટ્રોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. વી.એમ. કોલાદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે મળેલ બાતમી આધારે કોટડાસાંગાણી પોલીસ મથકના અપહરણ-બળાત્કારના ગુન્હામાં ૭ વર્ષથી વોન્ટેડ માનસીંગ ભાવલાભાઇ પરમાર તથા રેલા માનસીંગને દબોચી લઇ કોટડાસાંગાણી પોલીસના હવાલે કર્યા હતા.

આ કાર્યવાહીમાં એ.એસ.આઇ. કરશનભાઇ કલેતરા, હેડ કો. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાંધલ, નારણભાઇ છૈયા, મહેન્દ્રસિંહ સોલંકી, એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર તથા વિરમભાઇ સામ્યા રોકયા હતા.

(3:22 pm IST)