Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

રાજકોટમાં EVM નું ગોડાઉન બનાવનાર કોન્ટ્રાકટરને ૪૦ લાખનો દંડ ફટકારતા કલેકટર : મહીનાઓ મોડુ કામ કર્યુ

કલેકટરની સૂચના બાદ માર્ગ-મકાન તંત્રે ડીપોઝીટમાંથી ૪૦ લાખ કાપી લીધા... : ચૂંટણી પંચે આ વેરહાઉસ બાબતે તાજેતરમાં વીસીમાં અધિકારીઓને ખખડાવી નાંખ્યા

રાજકોટ તા.૧૬ : રાજકોટમાં માધાપર ચોકડી પાસે ૬ કરોડના ખર્ચે ઇલેકટ્રોનીક-વોટીંગ મશીનને સાચવવા માટે ચૂંટણી પંચની  ગ્રાંટમાંથી રાજકોટ કલેકટર તંત્ર અદ્યતન વેરહાઉસ બનાવી રહ્યું છે, મોટાભાગની કામગીરી પૂરી થઇ છે., ખાલી ફીનીસીંગ બાકી છે.

આ ગ્રાઉન્ડકરમાળના વેરહાઉસમાં રાજકોટ શહેર-જીલ્લાની તમામ ધારાસભા બેઠકના ઇવીએમ ઉપરાંત અન્ય જીલ્લાના પણ ઇવીએમ રહી શકે તેવી સુવિધા બનાવાઇ છે, ત્રણથી ચાર મોટી લીફટ પણ ઉભી કરાઇ છે, આખુ કિલ્લા જેવુ વાતાવરણ  છે.

દરમિયાન ૩ થી ૪ વર્ષ પહેલા ઇવીએમનો આ કોન્ટ્રાકટ રાજકોટ માર્ગ-મકાન વિભાગે મુંબઇની ત્રીવેણી ડેવલોપર્સ કંપનીને આ વેરહાઉસ બનાવવા કોન્ટ્રાકટ આપ્યો હતો પર઼ંતુ સમયસર કામ પુર્ણ નહિ કરતા અને મહિનાઓ કે ર વર્ષ જેટલું મોડુ કામ  કરતા કલેકટરે આ કોન્ટ્રાકટરને ૪૦ લાખનો દંડ ફટકારતા હલચલ મચી છે કલેકટર કચેરીના સૂત્રોના કહેવા મુજબ કલેકટરની સુચના બાદ માર્ગ અને મકાન વિભાગના તંત્રે આ કોન્ટ્રાકટરની ડીપોઝીટમાંથી ૪૦ લાખ કાપી લીધા છે.

કોન્ટ્રાકટરે સ્લેબવાઇઝ સમયસર કામગીરી કરવાની હતી, પરંતુ મોડુ કામ કરતા આખરે દંડ ફટકારાયો છે.અત્રે એ નોધનીય છે કે તાજેતરમાં ચૂંટણી પંચની  વીસી યોજાયેલ અને તેમાં પણ વેર હાઉસની કામગીરીમાં ઢીલાસ અંગે રાજકોટના અધિકારોઓનો ભારોભારનો ઉધડો લીધો હતો.

(3:23 pm IST)