Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

રાજકોટ ટુ ગોવા

રાજકોટઃ મહામારી કોરોનાના કેસ ઘટવા લાગતા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન લોકડાઉન અને કફર્યુનો સામનો કરી રહેલા લોકો હવે હરવા - ફરવાના મુડમાં છે. રાજકોટના લોકો ઉત્સવ પ્રિય ગણાય છે. મોકો મળતાની સાથે જ ''હોલી-ડે'' ઉજવવા તૈયાર જ રહે છે. છેલ્લા પખવાડીયા દરમિયાન ભારતભરના ફરવાના સ્થળોએ ઉમટી ભીડમાં સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકોની સંખ્યા વધુ જ હશે. હળવા થયેલા આ માહોલમાં હવે રાજકોટીયનોને ગોવા પહોંચી બીચની મોજ માણવી હોય તો સહેલી બની ગઇ છે. અત્યાર સુધી અમદાવાદ-બોમ્બે-ગોવા અથવા અમદાવાદ - ગોવાની  ફલાઇટ પકડીને ગોવા પહોંચવું પડતુ હતુ. હવે આ સુવિધા સીધી જ રાજકોટથી  મળવાનું શરૂ થયું છે. સ્પાઇસ જેટ દ્વારા પરવળે તેવા ભાડામાં (રૂ.૫૦૦૦)  ગોવા પહોંચવાની સુવિધા રાજકોટીયનો માટે શરૂ કરી દીધી છે. ગઇકાલે સ્પાઇસ જેટે ગોવાથી રાજકોટ એરપોર્ટ ઉપર ઉતરાણ કર્યું ત્યારે વોટરકેનનથી સલામી આપી એરક્રાફર્ટને વધાવી લેવાયું હતુ.

(3:23 pm IST)