Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

રાજકોટમાં સતત ત્રીજા દિવસે બપોર સુધીમાં કોરોનાના એકેય કેસ નહિ

કુલ આંક ૪૨,૭૮૨એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૨૮૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૭૪ ટકા થયોઃ હાલમાં ૪૩ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા.૧૬:  શહેરમાં  આજે બપોર સુધીમાં એકેય કેસ નોંધાયા નથી.  આમ સતત ત્રીજા દિવસે '૦' રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૦ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૮૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૨૮૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે ૨૬૭૩ કુલ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૧૫ ટકા થયો  હતો. જયારે ૭ દર્દીઓે સાજા થયા હતા. આજ દિન સુધીમાં ૧૨,૩૨,૨૫૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૮૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૨ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૭૪ ટકા એ પહોંચ્યો છે.જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ  ૪૩  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:48 pm IST)