Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

નિકાસ પ્રક્રીયાને વેગ આપવા ચેમ્બર દ્વારા ઓનલાઇન મીટીંગ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જિલ્લાની નિકાસ પ્રક્રિયાને વેગ આપવા તથા નિકાસનું મુખ્ય સેન્ટર બનાવવા બાબતે એક ઓનલાઇન મીટીંગનું આયોજન કરાયુ હતુ. આ બાબતે ડીસ્ટ્રીકટ એક્ષપોર્ટ પ્રમોશન કમીટીની રચના કરી પ્રથમ મીટીંગ અગાઉ કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજવમાં આવી હતી. કોરોના મહામારી અને સરકારની ગાઇડ લાઇન ધ્યાને લઇ હાલ ઓનલાઇન મીટીંગ યોજી આ મુદ્દે ફરી ચર્ચા વિચારણા આગળ વધારવામાં આવેલ. જેમાં રાજકોટ જોઇન્ટ ડી.જી.એફ.ટી. અભિષેક શર્મા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. વી. મોરી, નાબાર્ડના ડી.ડી.એમ. મહેશ પટોલે, અમદાવાદના આસીસટન્ટ ડાયરેકટર એ. જે. પરમાર, ફીઓના ગુજરાત હેડએ ભાગ લીધો હતો. પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રાએ સૌને આવકાર્યા હતા. બાદમાં કન્વેન્સન સેન્ટર અને ઇનલેન્ડ કન્ટેઇનર ડેપો શરૂ કરવાની ચર્ચાનો દોર આગળ ધપાવ્યો હતો. ચર્ચા અને છણાવટના અંતે શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વિવિધ સેકટરના નિકાસ એકમોને પોતાના પ્રશ્નો અને સુચનો રાજકોટ ચેમ્બરને વહેલી તકે મોકલી આપવા અનુરોધ કરાયો હતો.

(3:50 pm IST)