Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

અપહરણ-ખંડણીના ગુનામાં પોલીસે કરેલી કાર્યવાહીને બીરદાવતા ફરિયાદી ખેડૂત અને તેમના સ્વજનો

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચ નો આભાર માન્યો

રાજકોટઃ કુવાડવાના ફાળદંગ ગામના ખેડૂત તથા જમીનની દલાલીનું કામ કરતાં વ્યકિતનું અપહરણ કરી ૯ લાખની ખંડણી માંગી તે પૈકી ૩,૮૫,૦૦૦ બળજબરીથી પડાવી લેવાના ગુનામાં સામેલ ટોળકી વિરૂધ્ધ કુવાડવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોઇ તેને ક્રાઇમ બ્રાંચની ટીમે તાબડતોબ ઝડપી લઇ આકરી કાર્યવાહી કરી હોઇ તે બદલ ફરિયાદી ખેડૂત અને તેમના પરિવારજનોએ પોલીસ કમિાશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી સહિતની ટીમનો આભાર વ્યકત કર્યો હતો. તેમજ પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમે આ ગુનો ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી લીધા હોઇ તેમની કાર્યવાહીથી પણ ખેડૂત અને પરિવારજનોએ સંતોષ વ્યકત કરી આ અંગે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને રૂબરૂ મળી તેમનો અભાર વ્યકત કર્યો હતો.

(3:50 pm IST)