Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રૈયા રોડ તુલસી બંગલોમાં ક્રાઇમ બ્રાંચનો જૂગારનો દરોડોઃ ૮ પકડાયાઃ ૧૮.૧૭ લાખની મત્તા કબ્‍જે

આલોક મલકાણે બહારથી માણસો બોલાવી જૂગારધામ ચાલુ કર્યુ હતું: પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળા અને પીએસઆઇ એ. બી. વોરાની ટીમની કાર્યવાહી : ક્રાઇમ બ્રાંચના દિપકભાઇ ચોૈહાણ, એભલભાઇ બરાલીયા અને રોહિતભાઇ કછોટની બાતમી પરથી દરોડો

રાજકોટ તા. ૧૬: શહેરના રૈયા રોડ પર ભરતવન સોસાયટી પાછળ તુલસી બંગલો બ્‍લોક નં. ૯માં રહેતાં શખ્‍સે ઘરમાં જૂગારધામ ચાલુ કર્યાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી ઘરધણી સહિત ૮ને પકડી લઇ રોકડા રૂા. ૯૨૫૦૦ તથા ૧૧ મોબાઇલ ફોન અને પાંચ વાહનો મળી રૂા. ૧૮,૧૭,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.
દારૂ જૂગાર સહિતની પ્રવૃતિ અટકાવવા  શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે દિપકભાઇ ચોૈહાણ, એભલભાઇ બરાલીયા તથા રોહિતભાઇ કછોટને મળેલી પાક્કી બાતમીને આધારે રૈયા રોડ ભરતવન સોસાયટી પાછળ તુલસી બંગલો બ્‍લોક નં. ૯માં રહેતાં આલોક નરેન્‍દ્રભાઇ મલકાણ (ઉ.૩૭)ના ઘરમાં દરોડો પાડી ઘરધણી આલોક તથા ત્‍યાં જૂગાર રમવા બેઠેલા બ્રિજેશ રમેશભાઇ રાજાણી (ઉ.૪૦-રહે. સાધુ વાસવાણી રોડ, પેરેડાઇઝ હોલ સામે નંદનવન પાર્ક-૨), ભાવેશ પ્રવિણભાઇ જોબનપુત્રા (ઉ.૪૨-રહે. વિદ્યુતનગર ચોક, રૈયા રોડ, રામેશ્વર હોલ પાસે), કેતન ભીખુભાઇ ભટ્ટી (ઉ.૩૯-રહે. રૂષીકેશ પાર્ક-૧, રેલનગર), મિથીલેશ બિપીનભાઇ ભટ્ટી (ઉ.૩૯-રહે. રામનિવાસ, ગિરનાર સોસાયટી મેઇન રોડ ગુરૂપ્રસાદ ચોક), ધવલ દિલીપભાઇ સોલંકી (ઉ.૩૦-રહે. જય શાંતિ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૦૧, વિદ્યાનગર-૧-અ), પિન્‍ટૂ ચંદુભાઇ પરમાર (ઉ.૪૨-રહે. ચંદન પાર્ક-૪ રૈયા ચોકડી) તથા અક્ષય રાજુભાઇ વાઘેલા (ઉ.૩૦-રહે. સત્‍યનારાયણ પાર્ક-૧, ૧૫૦ રીંગ રોડ)ને પકડી લીધા હતાં.
પોલીસે રૂા. ૯૨,૫૦૦ રોકડા, અગિયાર મોબાઇલ ફોન, ગંજીપાના અને પાંચ વાહનો મળી કુલ રૂા. ૧૮,૧૭,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વાય. બી. જાડેજા તથા જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. વોરા, ટીમના અશોકભાઇ કલાલ, દિપકભાઇ ચોૈહાણ, રાહુલભાઇ વ્‍યાસ, પુષ્‍પરાજસિંહ પરમાર, એભલભાઇ બરાલીયા, રોહિતભાઇ કછોટ, સહદેવસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

 

(3:42 pm IST)