Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાજકોટ જિલ્લામાં તૈયાર થયેલા અમૃત સરોવરો પર ધ્‍વજવંદન

રાજકોટ, તા. ૧૫ ઓગષ્ટ - દેશની સ્‍વતંત્ર્તાના ૭૬માં વર્ષના મંગલ પ્રવેશ દરમિયાન ‘આઝાદી કા અમળત મહોત્‍સવ' અન્‍વયે રાજકોટ જિલ્લામાં તૈયાર થયેલા અમળત સરોવરો ઉપર જિલ્લા કલેક્‍ટરશ્રી અરુણ મહેશ બાબુના નેતળત્‍વમાં જિલ્લા પંચાયતના સભ્‍યશ્રીઓ, સરપંચશ્રીઓ, તલાટીઓ અને ગામજનો દ્વારા આન-બાન અને શાનથી ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. 

 જસદણ તાલુકાના વિરનગર ગામમાં અનુશ્રવણ તળાવ (સત્‍યમ, શિવમ, સુન્‍દરમ તળાવ) પર જિલ્લા પંચાયતના સદસ્‍ય શ્રીમતી દક્ષાબેન રાદડિયાના અધ્‍યક્ષસ્‍થાને ધ્‍વજવંદનના કાર્યક્રમનું આયોજન  કરવામાં આવ્‍યું હતું. વીરનગરના સરપંચ શ્રી નટુભાઈ સોલંકી, ઉપસરપંચ જયરાજભાઈ વેકરીયા, અગ્રણીશ્રી પરેશભાઈ રાદડિયા, સહકારી દૂધ મંડળીના પ્રમુખશ્રી અરજણભાઈ રામાણી, તાલુકા વિકાસ અધિકારી શ્રી રાબા, ફોરેસ્‍ટ વિભાગના શ્રી રાઠવા અને તેમની ટીમ, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી ભોયા તેમજ સિંચાઈ વિભાગના અધિકારી તેમજ ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

ધોરાજી તાલુકાના મોટીમારડ ખાતે નિર્મિત અમળત સરોવર ખાતે સરપંચ શ્રી શર્મિલાબેન ચાવડાના હસ્‍તે ધ્‍વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.ડી.ડઢાણીયા નાયબ મામલતદારશ્રી ડી.એમ. કંડોરીયા, એ.ટી.ડી.ઓ. શ્રી આર.એમ. મારૂ, એ.પી.ઓ. મનરેગા શ્રી પરેશભાઈ ચાવડા હતા.

જેતપુર તાલુકામાં પ્રેમગઢ અને જેતલસર ખાતે અમળત સરોવરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. જેમાં પ્રેમગઢ ખાતે જેતપુર ટી.ડી.ઓ. શ્રી નિશાંત કુંગશિયાના હસ્‍તે તથા જેતલસર ખાતે જિલ્લા પંચાયતના સભ્‍યશ્રી ભુપતભાઈ સોલંકીના હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, જુદાજુદા વિભાગના અધિકારીઓ સહીત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા

ધોરાજી તાલુકામાં આવેલ ઐતિહાસિક પર્યટન સ્‍થળ એવા પાટણવાવના ઓસમ ડુંગરની તળેટી ખાતે ધ્‍વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં સરપંચશ્રી પ્રવિણભાઈ પેથાણીના હસ્‍તે ધ્‍વજ ફરકાવવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામ પંચાયતના સભ્‍યશ્રીઓ, પોલીસગણ તથા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

રાજકોટ તાલુકાના સાતળા ગામે સરપંચશ્રી વાલાભાઈ પુંજાભાઈ જાડા તથા ગ્રામજનો દ્વારા ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું તેમજ ઘમલપર, જિયાણા, કુચીયાદળ, કુવાડવા, માલીયાસણ, કસ્‍તુરબાધામ ત્રંબા તમામ જગ્‍યાએ નિર્મિત અમળત સરોવરો નજીક સરપંચશ્રી તથા ગ્રામજનો દ્વારા ધ્‍વજવંદન કરવામાં આવ્‍યું હતું.

(1:50 pm IST)