Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

માતા સાથે ઝઘડો થતાં હસીનાબેને ઝેરી દવા પીધી

હરિહર ચોક દાતારના તકીયા પાસે બનાવ

રાજકોટ તા. ૧૬: નાના મવા સર્કલ નજીક રહેતી હસીનાબેન કાસમભાઇ હોથી (ઉ.૩૫) નામની મહિલાએ હરિહર ચોક દાતારના તકીયા પાસે રહેતાં પોતાના માતા શકીનાબેનના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

હસીનાબેનનો પતિ રિક્ષા ચાલક છે. તેણીએ કહ્યું હતું કે માતા એકલા રહેતાં હોઇ તે અશક્‍ત હોઇ પોતે તેના ઘરે કામ કરવા માટે આવ-જા કરે છે. માતાએ તેણીને સાથે જ રહેવા આવી જવાનું કહેતાં તે બાબતે બંને વચ્‍ચે ઝઘડો થતાં માઠુ લાગતાં દવા પી લીધી હતી.

(1:55 pm IST)