Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રૈયાધારમાં પ્રફુલ ચોરવાડા પર જુના મનદુઃખમાં હુમલો

સલિમ, પાયલ સહિતનાએ લાકડીથી ફટકાર્યોઃ અગાઉ પાયલ સાથે મિત્રતા હોઇ તેનું મનદુઃખ

રાજકોટ તા. ૧૫: રૈયાધારમાં રાણીમા રૂડીમા ચોકમાં રહેતાં પ્રફુલ વજુભાઇ ચોરવાડા (ઉ.વ.૨૮) નામના યુવાન પર એ વિસ્‍તારની જ પાયલ, સલિમ સહિતનાએ ઘરે આવી લાકડી, કોયતાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પ્રફુલના કહેવા મુજબ પોતે છુટક ડ્રાઇવીંગ કરે છે. અમુક વર્ષ પહેલા તેને પાયલ સાથે મિત્રતા હતાં. પરંતુ બાદમાં પાયલને સલિમ સાથે મિત્રતા થઇ જતાં તે તેણીને બોલાવતો નહોતો. થોડા દિવસ પહેલા ફરીથી બંનેએ વાત કરી હોઇ સલિમને ખબર પડતાં ઝઘડો થયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(1:56 pm IST)