Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને શુભેચ્છા પાઠવતું પ્રેસ ફોટોગ્રાફર અને ઇલેકટ્રોનિક મિડીયા એસોસિએશન

રાજકોટઃ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવનો આજે જન્મદિવસ હોઇ તેમજ તેમને પોલીસ સેવામાં વિશીષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત થયો હોઇ તેમને સર્વત્રથી બેવડી શુભકામનાઓ મળી રહી છે. રાજકોટ શહેર પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેકટ્રોનિક મિડીયા એસોસિએશન દ્વારા તેમના નિવાસસ્થાને જઇ શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ તકે એસોસિએશન પ્રમુખ અશોક બગથરીયા, દિવ્યરાજસિંહ સરવૈયા, સંદિપ બગથરીયા, ભાવિન રાજગોર, દેવેન અમરેલીયા, પંકજ ડાભી, રાજુ બગડાઇ, કુલદિપસિંહ જાડેજા, જગદીશ તેરૈયા અને દિલીપસિંહ વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(3:09 pm IST)