Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

પીઆઇ ચેતન જાદવની સુપુત્રી યશ્વીએ રાષ્ટ્રીય લેવલે સિદ્ધિ મેળવી, ગોલ્ડ મેડલ મળ્યો

રાજકોટ, તા.૧૬: એટીએસ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહત્વની ફરજ બજાવનાર અને હાલ વડોદરા ખાતે ફરજ બજવતા પીઆઇ ચેતન જાદવની સુપુત્રી યશ્વી દ્વારા રાષ્ટ્રિય લેવલે સિધ્ધિ હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

દિલ્હી ખાતે યોજાયેલ ૧૬મી ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પયિનશિપ ૨૦૨૨માં અંડર ૧૩ એજ ગૃપમાં ગુજરાત તરફથી ભાગ લીધો હતો.   યશ્વીએ આજ દિન સુધીમાં ૧૨ ગોલ્ડ, ૭ સિલ્વર  અને ૬ બ્રોન્ઝ મળી કુલ ૨૫ મેડલ જીતેલ છે. ગત ૨૦૧૯માં ગોવા ખાતે વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશીપમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ.

(3:10 pm IST)