Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

રાષ્ટ્રધ્વજ એ આપણા સંસ્કારો, આપણા મુલ્યોનું પણ પ્રતિક છેઃ પૂ. અપૂર્વ મુનિ સ્વામી

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સ્વાતંત્ર્યદિનની ઉજવણીઃ સંતો-મહંતોના હસ્તે ધ્વજવંદન, તિરંગા યાત્રા નિકળી

રાજકોટઃ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. યુવાનો દ્વારા મંદિર પરિસદમાં તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કોઠારી પૂજય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજય અપૂર્વમુનિ સ્વામીએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો.

આ પ્રસંગે પૂજય અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે, 'આજે ખૂબ આનંદની વાત છે કે ભારત દેશની આઝાદીને ૭૫ વર્ષ થયા છે. એ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. ખાસ તો આપણા પૂર્વજો,  જેમણે       આઝાદી માટે પુરુષાર્થ કરેલો એ બધાને પણ આપણે યાદ કરીએ. પૂજય પ્રમુખસ્વામી મહારાજે પણ પોતાનું  સમગ્ર જીવન હિન્દુસ્તાનનું ગૌરવ વધે, આપણી સંસ્કૃતિ અને સંસ્કારો વધે એ માટે સમગ્ર વિશ્વમાં ભ્રમણ કરી પ્રચાર કરેલો છે એમને પણ યાદ કરીએે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આપણે સૌ આપણા ઘરે તિરંગો ફરકાવીએ કારણ કે તિરંગોએ આપણો રાષ્ટ્ર ધ્વજ છે અને હિન્દુસ્તાનનું ગૌરવ છે, આપણા દેશની સંસ્કૃતિ, આપણા સંસ્કારો, આપણા મૂલ્યોનું પણ પ્રતિક છે. તો સરકારશ્રીના આદેશ મુજબ આપણે સૌ આપણા ઘરે તિરંગો ફરકાવીએ અને તિરંગાને માન આપીએ, સન્માન કરીએ. આપણે સૌ પણ આપના હૃદયની અંદર અમૃત મહોત્સવની ભાવનાને વધારે દ્રઢાવીએ.

(3:11 pm IST)