Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ગૌરવવંતા તિરંગાનું ગૌરવ ગાવાનો પવિત્ર દિવસ : કેતન ઠક્કર

ચૌધરી હાસ્કુલના મેદાનમાં ૭૬માં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી : એડી.કલેકટરના હસ્તે ધ્વજવંદનઃ શાનદાર પરેડ યોજાઇ : જવાનોની શહાદતને ખરા દિલથી નમન

રાજકોટ,તા.૧૬: રાજકોટઙ્ગજિલ્લા વહીવટી તંત્ર દ્રારા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરીઙ્ગ૭૬માંઙ્ગસ્વાતંત્ર્ય દિનની શહેર કક્ષાની શાનદાર ઉજવણી રાજકોટ સ્થિત ચૌધરી હાઈસ્કુલ ખાતે કરવામાં આવી હતી.ઙ્ગઅધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠક્કરએઙ્ગદેશની આન,બાન અને શાન એવાઙ્ગરાષ્ટ્રધ્વજને ફરકાવીને, સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેડનું નિરિક્ષણ કર્યુ હતું.

આ મહામુલી આઝાદીના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વે સૌ નાગરીકોને અખંડ ભારતના વિકાસ અને સમૃદ્ઘિ માટે સહભાગી થવા અનુરોધ કરતાંઙ્ગઅધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠક્કરએ ૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવી હતી તથા દેશની આઝાદીના નામી અનામી લડવૈયાઓ-શહીદોને યાદ કરી શ્રદ્ઘાંજલિ પાઠવી હતી.

ઙ્ગશ્રી કેતન ઠક્કરએ વધુમાં ઉમેર્યુંઙ્ગહતું કેઙ્ગઆજે આપણા ભારત દેશનો ૭૬ મો ઐતિહાસિક સ્વાતંત્ર્ય દિવસ છે.ઙ્ગ૧૯૪૭ના આ જ દિવસે આપણા ભારત દેશે સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું હતું.ઙ્ગગૌરવવંતા તિરંગાનું ગૌરવ ગાવાનો અને ગરિમા જાળવવાનો આ પવિત્ર દિવસ છે.ઙ્ગસ્વતંત્ર રાષ્ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી,ઙ્ગએકતા અને અમનનું વાતાવરણ બની રહે અને આપણા દેશના સીમાડાઓ ઉપર શિયાળા,ઙ્ગઉનાળા અને ચોમાસાની વિપરીત પરિસ્થિતિઓમાં ફરજ બજાવી જાન ગુમાવનાર જવાનોની શહાદતને આપણે ખરા દિલથી નમન કરીએ અને સાચી દેશદાઝથી ભરપુર વાતાવરણનું નિર્માણ કરીએ.

હાલના સમયમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં અનેક નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલી હર ઘર તિરંગા યાત્રા અન્વયે રાજકોટના નાગરીકોએ હાથમાં તિરંગો લઈને આઝાદીની ઉજવણીનો શુભારંભ કર્યો હતો તે સતત ચાલુ રાખવામાં આવશે, તેમ શ્રી ઠક્કરએ ઉમેર્યું હતું.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્ત્ે યોજાયેલ પરેડ અને માર્ચ પાસ્ટમાં હથિયારધારી પોલીસ જવાનો,ઙ્ગહોમગાર્ડના જવાનો,ઙ્ગતથા ટાફિક વોર્ડનના જવાનોએ ભાગ લીધો હતો.ઙ્ગરાજકોટ શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભકિત ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા. આઝાદીના આ પર્વ નિમિત્ત્ે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર સાંસ્કૃતિક કાર્યક્રમોના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યઙ્ગગોવિંદભાઈ પટેલ, પ્રાંત અધિકારી  કે.જી. ચૌધરી, મામલતદાર કથીરિયા, શ્રી જાનકી પટેલ, અગ્રણી યશવંતભાઈ જનાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ-પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શહેરીજનો આઝાદીના પર્વમાં સામેલ થયા હતા.

(3:12 pm IST)