Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ન્યારી-૨ ડેમનાં ૨ દરવાજા ૦.૫ ફુટ ખોલાયાઃ હેઠવાસમાં આવેલા ગામોને સાવચેતી

રાજકોટ,તા.૧૬ :  રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામ પાસે આવેલો ન્યારી-૨ ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઇ ગયેલ છે. હાલ ડેમમાં કુલ ૧૪ દરવાજા આવેલા છે. જેમાંથી ૨ દરવાજા ૦.૫ ફુટ ખોલાવામાં આવેલ છે. હાલ ૭૩૬ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા પડધરી તાલુકાના ગોવિંદપર, ખામટા, મોટા રામપર, તરઘડી, વણપરી ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૃમ દ્વારા સુચિત કરવામાં આવ્યુ છે.

(3:16 pm IST)