Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ભાજપ લઘુમતી મોરચા દ્વારા દર્દીઓને ફ્રુટ વિતરણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જન્મ દિવસની સેવા સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવેલ હોય તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફભાઇ સલોત, પ્રમુખ હારૂનભાઇ શાહમદાર, મહામંત્રી યાકુબભાઇ પઠાણ, વાહીદભાઇ સમાની આગેવાનીમાં સીવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, પુષ્કર પટેલ, આસીફ સલોત, વાહીદભાઇ સમા, રજાકભાઇ જામનગરી, ફારૂકભાઇ બાવાણી, અમીનભાઇ સમા, શાહનવાઝ હુસેન, ઇબ્રાહીમભાઇ સોની, મહેબુબ શાહમદાર, બુરહાનભાઇ, હનીફભાઇ માડકીયા, અબુભાઇ સોમરા, કાળુભાઇ મુરાદીયા, માસુમભાઇ શાહમદાર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(3:40 pm IST)
  • ડેવિડ મિલર ધોની પાસે ખાસ ગુણોને શીખવા માગે છે : ધુઆંધાર બેટ્સમેન પણ ધોનીનો દિવાનો : ખાસ કરીને રમતમાં લક્ષ્યનો પીછો કરતી વખતે દબાણનો સામનો કરીને શાંત રહેવાનો ધોનીનો ગુણ શીખવાની ઈચ્છા access_time 3:31 pm IST

  • બિહારમાં 98 વર્ષની વયે એમએ કરનારા રાજકુમાર વૈશ્યનું નિધન : મુખ્યમંત્રી નીતીશકુમારે શોક વ્યક્ત કર્યો :98 વર્ષની વયે અર્થશાસ્ત્ર વિષયમાં એમએ ની પરીક્ષા આપી પાસ થનાર રાજકુમાર વૈશ્યનું 101 વર્ષની વયે નિધન :તેઓની નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં પણ નોંધાયું છે access_time 8:57 am IST

  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST