Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સોશીયલ મિડીયા પ્લેટફોર્મ વ્હોટસએપ માધ્યમથી અભદ્ર મેસેજીસ તથા બિભત્સ ફોટાઓ મોકલનાર સાવંત સોલંકીને રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસે પકડ્યો: રસ્તા પરથી મળેલા સીમકાર્ડનો દુરૂપયોગ કરતો'તો

રાજકોટઃ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા અરજદાર દ્વારા અરજી મળેલ કે તેના વ્હોટસએપ પર કોઇ વ્યક્તિ અભદ્ર મેસેજીસ તથા બિભત્સ ફોટાઓ મોકલી પરેશાન કરે છે. આ બાબતે પોલીસે CDR તથા IMEIની જીણવટ ભરી તપાસ કરતા માહીતી મેળવી રસ્તા પરથી મળેલ સીમકાર્ડનો ઉપયોગ કરી વ્હોટસએપ એકાઉન્ટ બનાવી તેના પરથી અરજદારને અભદ્ર મેસેજીસ તથા બિભત્સ ફોટાઓ મોકલતો હોવાનું ખુલતા આ શખ્સ સાવન રમેશભાઇ સોલંકી (રહે. આસોપાલવ શેરી નં.૭, સ્વાતી પાર્ક મેઇન રોડ શ્રી હરી” રાજકોટ શહેર) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

 શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા ડી.સી.પી. ઝોન-૧ પ્રવીણકુમાર  તથા ડી.સી.પી. ઝોન ર મનોહરસિંહ જાડેજાએ કોઇ માણસ સોશીયલ મીડીયા પ્લેટફોર્મનો દુરઉપયોગ કરી મહિલાઓની જાતીય સતામણી પજવણી ના કરે તે બાબતે તકેદારી રાખવા સુચના આપેલ હોઇ તે અંતર્ગત મદદનીશ પોલીસ કમિશ્નર સાયબર ક્રાઈમ (ચાર્જ) જે.એસ.ગેડમના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર વી.જે ફર્નાડિસ  તથા સોશીયલ મિડિયા સ્ક્વોડના પીએસઆઇ એન.બી.ડોડીયા, એ.એસ.આઇ. એમ.એમ.ચાવડા તથા જે. કે. જાડેજા, કોન્સ સંજયભાઇ ચોહાણ,પીન્ટુભાઇ રાઠોડ, યોગરાજસિંહ ગોહિલ તથા યજુવેન્દ્રસિંહ જાડેજા અને હેડકોન્સ દિપકભાઇ પંડિતે આ કામગીરી કરી છે.

(8:55 pm IST)