Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રૂડા દ્વારા નવાગામ ટ્રાન્સપોર્ટનગરમાં ૧૧ પ્લોટની હરરાજી : ૧૬ થી ૬૪ લાખની અપસેટ કિંમત

રર મીએ સવારે ૯ વાગ્યાથી હરરાજી શરૂ થઇ જશે : ૧ થી ર લાખ ડીપોઝીટ ભરવી પડશે

રાજકોટ, તા. ૧૬ :  રૂડા (રાજકોટ શહેરી વિકાસ સતામંડળ) દ્વારા આગામી તા. રર નાં રોજ સવારે ૯ વાગ્યાથી આણંદપર, નવાગામ ખાતે આવેલ રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં ૧૧ ખુલ્લા પ્લોટ જાહેર હરરાજીથી વેચાણ કરવામાં આવનાર છે. જેમાં રૂ. ૬૪ થી ૧૬ લાખની અપસેટ કિંમત (બોલી શરૂ કરવાની રકમ) નકકી કરાઇ છે. તેમજ હરરાજીમાં ભાગ લેવા માટે રૂ. ર થી ૧ લાખની ડીપોઝીટ નકકી કરવામાં આવી છે.

આ અંગે રૂાડના મુખ્ય કારોબારી અધિકારીની યાદીમાં જણાવાયું છે કે રાજકોટ શહેરી વિકાસ સતામંડળ, રાજકોટ હસ્તકની આણંદપર (નવાગામ)ના રેવન્યુ સર્વે નં. ર૦૭ પૈકી રૂ. ટ્રાન્સપોર્ટ નગરના ખુલ્લા પ્લોટો-૧૧નું જાહેર હરરાજી કરી વેચાણ થનાર છે. જેમાં શરતોને આધીન રહી ઇચ્છીત વ્યકિત ભાગ લઇ શકશે. રૂડા ટ્રાન્સપોર્ટ નગર, કોર્મશીયલ કોમ્પ્લેક્ષ ખાતે આ હરરાજી થશે.

જાહેર હરરાજીમાં ભાગ લેનાર વ્યકિતએ સ્થળ ઉપર ક્રમ નં. ૧ થી પ પ્લોટનાએ રૂ.૧,૦૦,૦૦૦/અંકે રૂપિયા એકલાખ તથા ક્રમ નં. ૬ થી ૧૧ નાએરૂ.ર,૦૦,૦૦૦-અકે રૂપિયા બે લાખ રોકડા અથવા 'રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ, રાજકોટ'ના નામના બેંક ડિમાન્ડ ડ્રાફટથી ડિપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડિપોઝીટ ભરનાર વ્યકિત જ હરરાજીમાં ભાગ લઇ શકશે તથા જે તે વ્યકિતએ પાનકાર્ડની નકલ રજુ કરવાની રહેશે. માંગણીના મંજુર થયે ડિપોઝીટની રકમ સ્થળ ઉપર જ પરત આપવામાં આવશે.

જાહેર હરરાજીમાં ભાગ લેનાર વ્યકિત સંયુકત કુટુંબનો હોય/ ભાગીદાર હોય અને બોલી બોલતો હોય તેવી વ્યકિતએ સંયુકત નામ અથવા ભાગીદારોનું નામ જણાવવાનું રહેશે. પાછળથી નામમાં ઉમેરો, સુધારો થઇ શકશે નહી.

હરરાજીમાં ભાગ લેનાર વ્યકિતએ ઉંચી બોલીનો બોલ ૧ થી પ પ્લોટ માટે રૂા૧૦,૦૦૦/અંકે રૂપિયા દસહજાર તથા ૬ થી ૧૧ પ્લોટ માટે રૂ. ર૦,૦૦૦/ અંકે રૂપિયા વીસ હજાર પુરા રાઉન્ડ ફિગરમાં જ બોલી બોલવાની રહેશે.

જે વ્યકિતની છેવટની મંજુર થાય તે વ્યકિતએ ખુલ્લા પ્લોટની કલ રકમના રપ% રાજકોટ સ્થિતિ બેંકમાં રોકડેથી/ડ્રાફટ/ચેકતથી સ્થળ ઉપર જ ભરપાઇ કરવાની રહેશે. ચેક હરરાજીના દિવસની તારીખનો જ આપવાનો રહેશે. કોઇપણ સંજોગમાં ાપી.ડી.સી.(પોસ્ટ ડેટેડ ચેક) ચાલશે નહી.

ખુલ્લો પ્લોટ વેંચાણ રાખનારે બાકી અવેજની ૭પ% રકમ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા લેખિત જાણ કરવામાં આવ્યે દિન.-૬૦માં ભરપાઇ કરવાની રહેશે. જો વેંચાણ રાખનાર દ્વારા બાકી અવેજની ૭પ% રકમ સાઇઠ

દિવસથી મોડી પરંતુ ૧ર૦ દિવસ સુધીમાં આપવામાં આવશે તો જેટલા દિવસ મોડી ભરશે તે દિવસોનું ૧૮ ટકા મુજબ સાદુ વ્યાજ વસુલવામાં આવશે. પરંતુ જો વેંચાણ રાખનાર બાકી અવેજની ૭પ ટકા રકમ ૧ર૦ દિવસ સુધીમાં ભરપાઇ કરવામાં નિષ્ફળ જશે તો ભરપાઇ કરેલ રપ ટકા રકમ ખાલસા કરવામાં આવશે.

ખુલ્લા પ્લોટનો રજીસ્ટર વેંચાણ દસ્તાવેજનો સંપૂર્ણ ખર્ચ પ્લોટ વેંચાણ રાખનાર વ્યકિતએ પોતે ભોગવાનો રહેશે તથા તે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના નિયમો મુજબ બંધનકર્તા રહેશે.

પ્લોટ વેંચાણ રાખનાર વ્યકિતએ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના હાલના પ્રવર્તમાન તથા વખતો વખતના નિયમો હોય તે મુજબ અમલ કરવાનો રહેશે તથા સ્થાનીક સ્વરાજની સંસ્થાના (પંચાયત) તથા અન્ય કોઇ કરવેરાઓ હોય તો તે અલાયદા ભરવાના રહેશે.

રૂડા ટ્રાન્સપોર્ટનગરના પ્લોટ ટ્રાન્સફર કરવા માટે આ યોજનાના દસ્તાવેજની જોગવાઇ મુજબ પ્લોટ ટ્રાન્સફર માટે સત્તા મંડળે નકકી કરેલ પ્રીમીયમ ભરપાઇ કરી 'ના-વાંધા પ્રમાણપત્ર' મેળવ્યા બાદ જ વેંચાણ કરી શકશે.

ખુલ્લા પ્લોટ ખરીદનારે ટ્રાન્સપોર્ટનગર એસોસીએશનના સભ્ય બનવાનું રહેશે અને એસોસીએશન નકકી કરે તે મુજબ મેઇન્ટેનન્સની રકમ એસોસીએશનને ચુકવવાની રહેશે.

છેવટની ઉંચી બોલી-માંગણી મંજૂર રાખવી કે કેમ ? તે અંગે મુખ્ય કારોબારી અધિકારીશ્રી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ રાજકોટનો નિર્ણય આખરી અને અંતિમ ગણાશે તે દરેકને બંધનકર્તા રહેશે.

(3:17 pm IST)