Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

રાજકોટ નાગરીક સહકારી બેંકની ગરીમાની જયોતને અખંડિત રાખે તેવા ચેરમેનની પસંદગી માટેની કવાયત શરૂ

સૌથી અનુભવી જયોતિન્દ્ર મહેતા જણાય છેઃ સૌથી લાયક કલ્પક મણીયાર છેઃ કિશોરભાઇ પટેલની પસંદગી શૈલેષ ઠાકરઃ બેંકના હિતમાં નિર્ણય થાય તે સંઘ પરિવાર ક્ષેત્રની ચિંતા

રાજકોટઃ નાના માણસની મોટી બેંક તરીકે દેશ-ભરમાં નામાંકિત રાજકોટ નાગરિક સહકારી બેંકના હાલના ચેરમેનશ્રી નલિનભાઇ વસા ની બે ટર્મ પૂરી થતી હોય કાયદા કાનૂન પ્રમાણે નવા ચેરમેનની વરણી કરવી માત્ર આવશ્યક જ નહી પરંતુ અનીવાર્ય પણ છે.

 નવા ચેરમેનની પસંદગીની કવાયત જોર-શોરથી ચાલી રહી હોવાની આધારભૂત સૂત્રમાંથી જાણવા મળ્યા મુજઅ આ મહિનાના અંતિમ સપ્તાહમાં બેંકની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવેલ છે જેમાં નવા ચેરમેનની વરણી થશે તે સુનિશ્ચિત છે.

 નવા ચેરમેનની કોઈ ચૂંટણી થાય તેવી શકયતાઓ નહિવત છે કે લેશમાત્ર નથી કારણ કે સંઘની પરંપરા મુજબ ચૂંટણીની બદલે વરણી થાય તે સીલસીલો જળવાઈ રહેશે.

 આધારભૂત સૂત્રમાંથી જાણવા મળ્યા અનુસાર નવા ચેરમેન તરીકે સંઘના ચુસ્ત કાર્યકર શૈલેષભાઈ ઠાકરનું નામ સંઘના પ્રાંત કાર્યવાહ કિશોરભાઈ પટેલ આગળ કરે તેવું જાણવા મળેલ છે.

શૈલેષભાઈ ઠાકર નખશીખ, પ્રામાણિક અને સંઘના ચુસ્ત સ્વયંસેવક સ્વ. રમેશભાઈ ઠાકરના લઘબંધુ હોવા તે તેમની પસંદગી માટેનું મુખ્ય પરિબળ છે પરંતુ પરિવાર ક્ષેત્રના ટોચના કાર્યકરોમાં ચર્ચા અનસાર શૈલેષભાઈ ઠાકર સજ્જન વ્યકિતત્વની છાપ ધરાવતા હોવા છતા તેઓના  અનુભવના માપદંડ જોઈએ તો તે સભાસદના વિશાળ હિતમાં તેમની વિરૂદ્ધમાં જાય તો નવાઈ નથી.

 રાજકોટ નાગરિક સહકારી બેંક સૌરાષ્ટ્રની ૮ હજાર કરોડ ઉપરાંતની મોટી બેંક હોવાથી ચેરમન માટે લાયકાત હોવી જરૂરી એટલા માટે લાગે છે કે બેંકના રોજ બરોજના નિર્ણયોની જવાબદારી બેંકના ચેરમેનના નિર્ણય પર અવલંબીત હોય છે. તેથી સંઘ પરિવારક્ષેત્ર બેંક સભાસદોના હિતમાં એવંુ માને છે કે કોઈ સક્ષમ ઉમેદવારને જ પસંદ કરવો જોઈએ.

 બીજુ એક નામ સહકારી ક્ષેત્રના માંધાતા ગણાતા અને પ્રોફેશ્નલ એટીટયૂડ ધરાવતા જ્યોતિન્દ્રભાઈ મહેતાની શૈલેષભાઇ ઠાકરના વિકલ્પે સંઘ પસંદ કરી શકે પરંતુ ચર્ચા અનુસાર જ્યોતિન્દ્રભાઈ મહેતા ધ નેશનલ ફેડરેશન ઓફ અર્બનકો-ઓપરેટિવ બેંકસ, ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંકસ ફેડરેશન અને સહકાર ભારતી જેવી રાષ્ટ્રીય લેવલની સંસ્થામાં ઉચ્ચતમ હોદ્દા પર કાર્યરત છે, એટલું જ નહી તેઓ અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશનના તેમના સ્વપ્નને સિદ્ધ કરવા માટે અતિ વ્યસ્ત હોય અને ઉપરોકત સહકારી સંસ્થાઓમાં ઉચ્ચપદે બિરાજમાન હોય તેઓ માટે રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેનનંં  પદ ખૂબ જ નાનું ગણાય તેથી તેઓ તેમની ઉચ્ચ ગરીમાને જાળવવા માટે આ પદનો સવિનય અસ્વીકાર કરે તેવી સંભાવનાઓ છે. આમપણ સંઘમાં એક વ્યકિતને એક પદનો હોદ્દો મળે તેવા વણ લેખિત સિદ્ધાંત છે ત્યારે જ્યોતિન્દ્રભાઈ મહેતા એક કરતા  વધુ પદ ઉપર બિરાજમાન હોય ત્યારે સંઘ પણ તેમની પસંદગી આવા ઉમદા હેતુસર ન કરે તેવી સંભાવનાઓને નકારી શકાતી નથી.  વિકલ્પે ત્રીજા નામ તરીકે સંઘના પેઢીદર પેઢી કાર્યકર અને બેંકના સ્વપ્નદ્રષ્ટા, બેંકને ટોચ ઉપર લાવવામાં જેમનો સીંહ ફાળો છે તેવા સ્વ.અરવિંદભાઈ મણીયાર પરિવારના કલ્પકભાઈ મણિયારની પસંદગી થાય તેવી સંભાવનાઓ અને ચર્ચાઓ  જોરશોરથી ચાલી રહી છે કારણ કે આ અગાઉ તેઓએ આ પદને સફળતાપૂર્વક નિભાવ્યું હતું, એટલું જ નહીં બેંકના લાખો સભાસદો સાથે તેઓનં સીધ જોડાણ પણ છે અને થાપણદારો / ગ્રાહકો સાથે તેઓનો આત્મીય નાતો પણ રહેલ છે. કલ્પકભાઇ મણિયારનું જમાપાસુ એ છે કે તેઓ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે તેમજ તેમને સહકારી બેંકીંગ ક્ષેત્રના સંચાલનનો વર્ષોનો અનુભવ છે. તેઓના કાર્યકાળ દરમ્યાન બેંકની પ્રગતી ચરમસીમાએ હતી. તેઓએ બેંકના લક્ષ્યાંકોને સિદ્ધ કરવા પોતાના અંગત વ્યવસાયના ભોગે તનતોડ મહેનત કરી છે.

બેંકિંગ ક્ષેત્રના કાયદાઓ અને સંચાલનમાં આમૂલ ફેરફાર થયા છે અને થઈ રહયા છે તેવા સંજોગોમાં કોર્પોરેટ ગર્વનન્સના સિદ્ધાંત અનસાર બેંકનં ગડ ગર્વનન્સ થાય તે માટે પ્રોફેશનલી કંવોલિફાઈડ અને અનુભવી ચેરમનને લાવવા એ બેંક માટે અને બેંકના વિશાળ હિતમાં સંઘ માટે અનિવાર્ય છે તેમ છતા સંઘ  આખરી નિર્ણય કોના ઉપર ઢોળે છે તે તો સમય જ કહેશે, એવી શકયતા પણ નકારી શકાતી નથી કે કોઈ નવુ જ નામ આવે અને બેંકની જવાબદારી સોંપાય તો પણ નવાઇ નહિ. 

(3:20 pm IST)