Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કુપોષણ મુકત બાળક મહાઅભિયાન તળે ૨૦૨ બાળકો દત્તક લેવાયા

અમદાવાદ : 'રાષ્ટ્રીય પોષણ માસ' અંતર્ગત અમદાવાદ જિલ્લા આઇ.સી.ડી.એસ. શાખા સાથે સંકલન કરી હિન્દુ યુવા વાહીની ગુજરાત દ્વારા 'કુપોષણ મુકત બાળક' મહાઅભિયાન દ્વારા જિલ્લાના બાવળા, સાણંદ અને માંડલની આંગણવાડીના ૨૦૨ અતિ કુપોષિત બાળકોને એક વર્ષ માટે દત્તક લેવાયા હતા. માંડલ તાલુકાના દત્તક લેવાયેલ ૪૭ કુપોષિત બાળકોને પોષણ આહાર કીટનું વિતરણ કરાયુ હતુ. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી અમદાવાદ જિલ્લા પ્રોગ્રામ અધિકારી પારૂલબેન, પ્રીયાંકભાઇ વાળા, માંડલ સીડીપીઓ મિતાબેન, હિન્દુ યુવા વાહીની ગુજરાત પ્રભારી હરપાલસિંહ જાડેજા, પ્રદેશ અધ્યક્ષ શૈલેષકુમાર પાઠક, સૌરાષ્ટ્ર  કચ્છ અધ્યક્ષ પવનદેવસિંહ રાણા, સૌરાષ્ટ્ર કચ્છ મહામંત્રી બ્રિજેશકુમાર પાંડેય, રાજકોટ જિલ્લા મહામંત્રી સંજયભાઇ ગઢવી તેમજ ખાસ આમંત્રિત ડો. કોમળબેન ચાવડા ઉપસ્થિત રહેલ. હાજર લાભાર્થીઓના માતા પિતા અને પરિવારને કુપોષણ વિષે જાણકારી આપી બાળકને તંદુરસ્ત બનાવી સામાન્ય ગ્રેડમાં લાવવા સંકલ્પ લેવડાવાયા હતા. આંગણવાડીના બહેનોની ભુમિકા આ અભિયાનમાં મહત્વની પુરવાર થશે તેમ જણાવાયુ હતુ.

(3:22 pm IST)