Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

પુનિત સોસાયટીમાં ગણેશ મહોત્સવ

કોઠારીયા રોડ પર પુનિત સોસાયટી ખાતે 'પુનિત સોસાયટી કા રાજા' નું સ્થાપન કરી સાદાઇથી ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ છે. દરરોજ સવાર સાંજ આરતી દર્શનનો આસપાસના લોકોએ લાભ લઇ રહ્યા છે. કમીટીના ચેરમેન કિરીટભાઇ માખેચા, પ્રમુખ મનુભાઇ ભરવાડ, કિરીટભાઇ સિંધવ, ચિરાગ પોકીયા, કમલેશ ગુર્જરવાડીયા, ચિરાગ પટોળીયા સાથે સોસાયટીના રામજીબાપા સખીયા, પ્રમુખ નિતેશ પરસાણા, મંત્રી હિમાંશુ બાલાસરા તેમજ સોસાયટીના ભાઇ બહેનો જહેમત ઉઠાવી રહેલ છે. 

(3:25 pm IST)