Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

યુવતિ ઉપર બળાત્કાર ગુજારી લગ્ન કરવાનો ઇન્કાર કરવાના ગુનામાં આગોતરા જામીન મંજુર

રાજકોટ તા. ૧૬ : બળાત્કાર ગુજારી ગર્ભ રાખી લગ્નનો ઇન્કાર કરવાના ચકચારી કેસમાં આરોપીના આગોતરા જામીન રાજકોટની સેસન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ હતા.

આ કેસની પોલીસ ફરિયાદ પ્રમાણેની ટૂંકી વિગત એવી કે, ફરિયાદી ભોગ બનનાર બહેનને આરોપી મુજતબા નિઝામુદ્દીન કાદરી રહે. રામનાથપરા વાળા સાથે ઈન્સ્ટાગ્રામ ઉપરથી મિત્રતા થયેલ હોય ફરિયાદીને લગ્નની લાલચ આપી પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધ ગ્રાન્ડ મુરલીધર હોટેલમાં લઇ જઇ ફરિયાદી સાથે તેની મરજી વિરૂદ્ઘ શારીરેક સબંધ બાંધી બળાત્કાર ગુજારેલ અને ત્યારબાદ પણ અનેકવાર લગ્નની લાલચ આપી ભોગ બનનારની સાથે તેની મરજી વિરૂધ્ધ શારીરિક સબંધ બાંધેલ તેમજ ફરિયાદના એકાદ મહિના પહેલા જામનગર રોડ ઉપર આવેલ હોટેલમાં શારીરિક સબંધ બાંધેલ અને ત્યારબાદ ભોગ બનનાર પ્રેગ્નેટ થઈ જતાં આરોપીને લગ્ન કરી લેવાનું કહેતા તે ભોગ બનનારને હોસ્પિટલ લઈ ગયેલ જયાં તેણીને સાડા-ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયેલાંનું જાણવા મળેલ અને જેથી આરોપીએ ભોગ બનનારને પહેલા ગર્ભપાત કરાવી લેવાનું તથા ત્યારબાદ તે તેની સાથે લગ્ન કરશે તેવું જણાવતા ભોગ બનનારે પોતાનું બાળક જોઈતું હોવાનું તથા પડાવવાનો ઇનકાર કરતાં આરોપીએ ભોગ બનનારને કહેલ કે, 'તારી સાથે લગ્ન કરવા નથી, હું તને જાનથી મારી નાખીશ.' તેવી ધમકી આપતા અંતે ભોગ બનનારે પડધરી પોલીસ સ્ટેશનમાં આરોપી મુજતબા નિઝામુદ્દીન કાદરી વિરૂદ્ઘ બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૭૬(૨)(૧), ૫૦૬(૨) અન્વયે ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલા.

જેથી પોતાની સંભવિત ધરપકડથી બચવા આરોપી મુજતબા નિઝામુદ્દીન કાદરીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખેલ કરેલ જેમાં ભોગ બનનારે ખાનગી વકીલ રોકી અરજી રદ કરવા વિસ્તૃત લેખીત રજુઆતો કરેલ તેમજ સરકારશ્રી તરફે પણ જામીન અરજીના વિરોધમાં વિસ્તૃત મૌખિક દલીલો થયેલ.

આ આગોતરા જમીન અરજીમાં આરોપી તરફે રોકાયેલ વકિલશ્રી રૂપરાજસિંહ પરમારે ગુજરાત હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકી આરોપીની આગોતરા જામીન મંજૂર કરવા લેખીત મૌખિક રજુઆતો કરેલી.

જેથી તમામ પક્ષોની રજુઆતો, કેસના સંજોગો, ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાઓ વિગેરે હકીકતો ધ્યાને લઇ રાજકોટના મહે.એડી.સેશન્સ જજશ્રી કે.ડી.દવે એ આરોપી મુજતબા નિઝામુદ્દીન કાદરીની આગોતરા જામીન અરજી મંજૂર કરેલ છે. આ કામમાં આરોપી વતી રાજકોટના વકિલશ્રી રૂપરજસિંહ પરમાર, અજીત પરમાર, હુસેનભાઇ હેરંજા, જયદેવસિહ ઝાલા તથા શકિતભાઈ ગઢવી રોકાયેલ હતા તેમજ જાહિદભાઈ કાદરીએ આસિસ્ટ કરેલ.

(3:27 pm IST)