Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

સર્વેશ્વર ગણપતિ મહોત્સવમાં રકતદાન કેમ્પ યોજાયો : કાલે અન્નકોટ દર્શન

રાજકોટ : સર્વેશ્વર ગ્રુપ દ્વારા સર્વેશ્વરચોક, યાજ્ઞિકરોડ ખાત આયોજીર્તે સર્વેશ્વર ગણપતિ મહોત્સવમાં દરરોજ વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લઇ રહ્યા છે. સાતમા દિવસે આમંત્રિત મહેમાનોની સાથે મહાઆરતી કરવામાં આવેલ. કોવિદ ૧૯ ગાઈડલાઈનની સંપૂર્ણ શિસ્ત સાથે આરક્ષિત વિશાળ સુશોભિત પરિસરમાં વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે દરરોજ સવાર સાંજ અને રાત્રે ૧૧-૩૦ કલાકે શયન આરતી કરવામાં આવે છે. ગઈકાલે બ્લડ ડોનેશન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ૬૦ થી વધારે બ્લડની બોટલો એકત્રિત થયેલ. જે જરૂરિયાત મંદ દર્દીઓને નાથાણી બ્લડ બેંક ના માધ્યમથી આપવામાં આવશે. આવતીકાલે શુક્રવારના દુંદાળા દેવ સર્વેશ્વર ચોકના ચરણોમાં અન્નકોટના દર્શન રાખવામાં આવેલ છે. આજની મહાઆરતીમાં કશ્યપભાઈ શુકલ, ભાવનગરના પ્રભારી નેહલભાઈ શુકલ, કોર્પોરેટર તેમજ જોબનપુત્ર પરિવાર અને પોપટ પરિવારના સર્વે મહાનુભાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો. આ દુંદાળા ગણપતિના દર્શનનો સોશિયલ મીડિયા ફેશબુકમાં લાઈવ સાંજે ૭ થી ૧૧ વાગે રાખવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સર્વેશ્વર સાર્વજનિક ગણપતિ મહોત્સવના સર્વે કમિટી મેમ્બર કેતનભાઈ સાપરિયા, જતિનભાઈ માનસતા, અલાઉદ્દીનભાઈ કારિયાણીયા, કાનભા જાડેજા, રામદેવસિંહ જાડેજા,  પરીન રવાણી, રાજુભાઈ નાથવાણી, જગદીશભાઈ પરમાર, પીયુશભાઇ દશાડીયા, અતુલભાઈ કોઠારી, પુષ્પરાજસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા,  પ્રકાશ પુરોહિત, રાજભા પરમાર, ભરતભાઈ બોદર, ચેનસિંહ ખવડ, પરેશભાઈ ડોડીયા, કુમારભાઈ ચૌહાણ,  દીપકભાઈ સાપરિયા, સમીરભાઈ કોઠારી સાથે ૫૦ અન્ય કમિટી મેમ્બર આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. સમગ્ર આયોજનમાં દેવાંગભાઈ માંકડનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે. 

(4:04 pm IST)