Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

''ત્રિકોણબાગકા રાજા''ના દરબારમાં રાત્રે શ્રીનાથજીની ઝાંખીનો ભકિતરસ રેલાશેઃ કાલે ક્રિષ્નલીલા

રાજકોટ : ત્રિકોણબાગ ચોક ખાતે 'ત્રિકોણબાગ કા રાજા'ના રર મો જાજરમાન અને ગુજરાતનો વિશાળ ગણપતિ મહોત્સવ વરસાદી માહોલમાં છેલ્લાં ૬ દિવસથી ભકિતભાવથી ધામધુમપૂર્વક ઉજવાય રહ્યો છે.શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે આરતી થાય છે ત્યારે આ અભિતિગણેશ આરાધનાને ભારત સહિત વિશ્વના અનેક દેશોના લોકો પણ માણી શકે છે. ગુગલ પ્લે સ્ટોરમાંથી સેવ કરી સૌ કોઇ ત્રિકોણબાગ કા રાજાનું જીવંત-લાઇવ પ્રસારણ મોબાઇલ એપ્લીકેશન દ્વારા માણી શકે છે. ત્રિોકણબાગ કા રાજા ગણ૫તિ મહોત્સવમં આજે સાતમાં દિવસે-ગુરૂવારે રાત્રે ૮-૩૦ વાગ્યે મયુરભાઇ બુધ્ધદેવ અને સાથી કલાકારો દ્વારા શ્રીનાથજીની ઝાંખીનો ભકિત સંગીત કાર્યક્રમ રજુ થશે. આવતી કાલ શુક્રવારે રાત્રે ૮-૩૦ વાગ્યે સુપ્રસિધ્ધ્ પુજારી કિશોરબાપુના વરદ્દ હસ્તે અને તેમની ટીમના સાજિંદાઓના કર્ણપ્રિય સંગીતના તાલે સતત એક કલાક અખાડાની મહાઓમકાર આરતી થશે બાદમાં આવતીકાલે શુક્રવારે  રાત્રે ૯-૩૦ વાગ્યે નિલેશ વસાવડા, અખિલ પટેલ અને સાથી કલાકારો બાલકૃષ્ણ લીલાનો કાનુડાને કાલાવાલા કરતો કાર્યક્રમ રજુ કરશે. ગઇકાલે મહાઆરતી દરમ્યાન ભાવિક અતુલભાઇ ત્રિવેદીએ ૧૦૦૮ દીવાની આરતી મસ્તક ઉપર રાખીને કરી હતી.  ગણપતિ આરાધનાની આ મહાઆરતીમાં યશ હોસ્પીટલના ડો. જાગૃતિબેન ચૌહાણ, ડો. દિનેશભાઇ ચૌહાણ, રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી.જાડેજા, લાલબહાદુર સ્કુલના આચાર્ય પ્રગ્નેશભાઇ કુબાવત, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મૌલિકભાઇ બગડાઇ, મવડી સોશ્યલ ગ્રુપના કિશોરભાઇ પાંભર, કરણી સેનાના પ્રભારી બલભદ્રસિંહ જાડેજા, ભરતભાઇ પારેખ દંપતી,વર્લ્ડ ગીફટના ભાવેશભાઇ પારેખ દંપતી, સંજયભાભઇ સગપરિયા, પટેલવાડીના પ્રમુખ દક્ષાબેન સગપરિયા, ડો. એશાબેન ચૌહાણ, બોલબાલા સંસ્થાના જયેશભાઇ ઉપાધ્યાય, પત્રકાર અમિતભાઇ ધામેમિયા, અનિરૂધ્ધસિંહ જાડેજા, પી.એસ.આઇ. દિપકભાઇ મહેતા વોર્ડ નં. પના કોર્પોરેટર રસિકબેન સાકરિયા, શહેર ભાજપ મહિલા ઉપપ્રમુખ કલ્પનાબેન  કિયાળા, મીમીક્રી આર્ટીસ્ટ ઉમેશ રાવ તથા મૂસ્લિમ બિરાદરો ગફારભાઇ કાદરી, રહીમભાઇ સૌરા, હબીબ કટારિયા, યુનુસ જુણેજા, ઇમરાનભાઇ શેખ, રજાકભાઇ જુણેજા, ઉમરભાઇ સારા, હાસમભાઇ મહેતાજી, ગેબનશાપીર દરગાહના ટ્રસ્ટી યુસુફભાઇ દલ, વોરા સમાજના અલી અસગર સાકીર વગેરેએ મહાઆરતીમાં સામુહિક હાજરી આપેન ગણેશ વંદના કરી હતી.આ અનોખા ગણપતિ ઉત્સવને સફળ બનાવવામાં ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવના વાદ્યસ્થાપક જીમ્મીભાઇ અડવાણીના માર્ગદર્શન હેઠળ તેમના સેવાભાવી કાર્યકરો ચંદુભાઇ પાટડિયા, જયપાલસિંહ જાડેજા, નિલેશ ચૌહાણ, સંજયભાઇ ટાંક, રાજન દેાણી, કિશન સિધ્ધપુરા, બિપીન મકવાણા, નાગજી બાંભવા, કાનાભાઇ સાજિયા, વિમલ નૈયા, વંદન ટાંક, ધવલ કાચા, ધવલ અડવાણી, હાર્દિક વિઠલાણી, સન્ની કોટેચા, કરણ મકવાણા, યોગેન્દ્ર છનિયારા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:05 pm IST)