Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

શહેર ભાજપ અને વિવિધ મોરચાઓ દ્વારા કાલે શ્રેણીબધ્ધ સેવા કાર્યો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ 'સેવા અને સમર્પણ' તરીકે ઉજવવા : યુવા મોરચા દ્વારા રકતદાન કેમ્પ : બક્ષીપંચ મોરચા દ્વારા એકરંગ સંસ્થાની બાળાઓને ભોજન :લઘુમતી મોરચા દ્વારા હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ : અનુ.જાતી મોરચા દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન

રાજકોટ,તા. ૧૬ : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આવતીકાલે તા.૧૭ના જન્મદિવસ છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા આવતીકાલે 'સેવા અને સમર્પણ' હેઠળ વિવિધ સેવાકીય કાર્યોની વણઝાર યોજવામાં આવશે.

જેમાં યુવા મોરચા દ્વારા સવારે ૧ કલાકે ભોજલરામની વાડી, સંત કબીર રોડ ખાતે વિધાનસભા–૬૮માં રકતદાન યોજાશે જેમાં આ  કેમ્પમાં  જેમાં ૭૧ બોટલ રકત એકત્ર કરવામાં આવશે યુવા મોરચાના અગ્રણી હિરેન રાવલ જવાબદારી સંભાળશે.

તેમજ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, લીનાબેન રાવલની આગેવાનીમાં મહિલા મોરચા દ્વારા બપોરે ર થી પ દરમ્યાન તમામ વોર્ડમાં મહિલાઓના પેપસ્મીયર ટેસ્ટ નો કાર્યક્રમ ડો. અતુલભાઈ પંડયાની હોસ્પિટલ, કોટેચાનગર ખાતે યોજાશે.

તેમજ શહેર ભાજપ ડોકટર સેલ દ્વારા સવારે ૯ કલાકે વોર્ડ નં.૧ર – પ્રાણનાથજી પ્રાથમીક શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે જેમાં ડો. ચેતન લાલસેતા જવાબદારી સંભાળશે. સવારે ૧૧:૩૦ કલાકે કીસાન મોરચા દ્વારા એકરંગ સંસ્થામા ભોજન કરાવાશે. તેમજ સાંજે ૭ કલાકે તમામ વોર્ડના રામમંદીરોમાં શહેર ભાજપ દ્વારા મહાઆરતીનો ગુંજારવ થશે જેમાં તમામ વોર્ડમાં વોર્ડપ્રમુખ જવાબદારી સંભાળશે.

તેમજ ભાજપ દ્વારા આવતીલથી તમામ વોર્ડમાં સફાઈ ઝુંબેશ નો વોર્ડ નં.૧ અને વોર્ડ–ર થી પ્રારંભ કરવામાં આવશે. જેની જવાબદારી કેતન પટેલ તથા અશ્વીન પાંભરને સોપવામાં આવેલ છે.

મોદીજીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત આવનાર છે ત્યારે પ્રદેશ ભાજપ બક્ષીંપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ લલિત વાડોલીયા, મહામંત્રી જે.પી. ધામેચા, રત્નાભાઈ રબારીની આગેવાનીમાં આવતીકાલે સાંજે ૭ કલાકે બક્ષીપંચ મોરચા દ્વારા શહેરની એકરંગ સંસ્થાની બાળાઓને ભોજન કરાવવામાં આવશે. શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા  લલિત વાડોલીયા, જે.પી. ધામેચા, રત્નાભાઈ રબારીએ અનુરોધ કયો છે.

લઘુમતી મોરચાના પ્રભારી આસીફભાઈ સલોત, પ્રમુખ યાકુબભાઈ પઠાણ, મહામંત્રી વાહીદભાઈ સમા, રાજુભાઈ દલવાણીની આગેવાનીમાં આવતીકાલે સવારે ૧૧ કલાકે લઘુમતી મોરચા દ્વારા શહેરની સીવીલ હોસ્પિટલના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે. તો શહેર ભાજપ લઘુમતી મોરચાના તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફભાઈ સલોત, પ્રમુખ યાકુબભાઈ પઠાણ, મહામંત્રી વાહીદભાઈ સમા, રાજુભાઈ દલવાણીએ અનુરોધ કયો છે.

શહેર ભાજપ અનુ.જાતી મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયાની આગેવાનીમાં આવતીકાલે સવારે ૧૦:૩૦ કલાકે અનુ.જાતી મોરચા દ્વારા શહેરના જામનગર રોડ સ્થિત સંસ્થા 'હોમ ફોર બોયઝ' ના બાળકોને ભોજન કરાવવામાં આવશે. શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા  મહેશ રાઠોડ, મહેશ અઘેરા, નાનજીભાઈ પારઘી, વજુભાઈ લુણસીયાએ અનુરોધ કયો છે. 

દરમિયાન શહેર ભાજપ દ્વારા સવારે ૮:૩૦ કલાકે રેસકોર્ષ આર્ટગેલેરી ખાતે નરેન્દ્રભાઇ મોદીનું વ્યકિતત્વ અને કૃતત્વ ઉજાગર કરતી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલ છે. જેના ઇન્ચાર્જ તરીકે નિતીન ભુત અને અમિત માણેકને જવાબદારી સોંપવામાં આવેલ છે. કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ અનુરોધ કરેલ છે. 

(4:06 pm IST)