Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

તરૂણીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર મકસૂદ સાંધ કોર્ટ હવાલે

ભકિતનગર પોલીસે વિધર્મી શખ્સની ધરપકડ કરી હતી

રાજકોટ તા.૧૬ : જંગલેશ્વર વિસ્તારમાં પરિવાર સાથે રહેતી તરૂણીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી દુષ્કમ આચરનાર શખ્સને ભકિતનગર પોલીસે ધરપકડ કરી હતી.

મળતી વિગત મુજબ જંગલેશ્વર વિસ્તારમાં રહેતી મહિલાએ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં પોતાની ૧૬ વર્ષની પુત્રી ગત તા.૧૧ ના રોજ ઘરેથી બહાર ગઇ હતી બાદ તે ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો લાગ્યો નહતો બે દિવસ બાદ પુત્રી અચાનક ઘરે પરત આવી હતી પોતે સગીરાને પુછતા તેેણે જણાવ્યું હતું કે મકસૂદ લગ્નની લાલચ આપી ભગાડી ગયોહ તો અનેઘરેથી નીકળી ગોંડલ તેના મિત્રને ત્યાં રોકાયા હતા.

ત્યાં મકસૂદે પોતાના પર બળજબરી કરી અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું બાદ મકસૂદ રાજકોટ પરત લઇ આવી પોતાને ઘર પાસે છોડી ગયાનું જણાવ્યું હતું આ બનાવની ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતા પી.આઇ.જે.ડી.ઝાલા તથા રાઇટર નિલેશભાઇ મકવાણા તથા ઘનશ્યામભાઇએ મહિલાની ફરીયાદ દાખલ કરી આરોપી મકસૂદ યુનસભાઇ સાંધ ઉ.૧૯ (રહે. કોઠારીયા રોડ વિનોદનગરના કવાર્ટરમાં)થી ધરપકડ કરી હતી બાદ તેન ેકોર્ટ હવાલે કર્યો હતો.

(4:09 pm IST)