Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કાલે નરેન્દ્રભાઇના જન્મદિને વિજયભાઇની ઉપસ્થિતિમાં રાજકોટમાં ૪ સહિત ર૦ કાર્યક્રમો : કાલે ૧ લાખ ર૦ હજારને વેકસીનેશન

વડાપ્રધાન લાઇવ આવશે કે કેમ તે સાંજે ફાઇનલ થશેઃ મુખ્યમંત્રી કાલે બોડકદેવથી લાઇવ આવશે... : જીલ્લામાં ૭૭ હજાર તો શહેરમાં પ૦ હજારને એકી સાથે વેકસીન અપાશેઃ ઉજજવલા-ર નું કાલે લોન્ચીંગ : કાલે BAPS હોલમાં ૪ મહત્વના કાર્યક્રમોઃ ૧૦૦ ટકા વેકસીન લેનાર ગામના સરપંચોનું બહુમાન થશે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત પ્રમાણપત્રો અપાશેઃ તડામાર તૈયારીઓ

રાજકોટ તા. ૧૬: આવતીકાલે ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મ દિવસ છે, અને તે સંદર્ભે રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ર૦ કાર્યક્રમો યોજાનાર હોવાનું કલેકટરે પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે મુખ્ય ૪ કાર્યક્રમ કાલાવાડ રોડ BAPS મંદિર હોલ ખાતે રાજયના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાશે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન લાઇવ આવશે કે કેમ તે સાંજે ફાઇનલ થશે, આ માટે સાંજે રાજય સરકારની ખાસ વીસી યોજાશે, પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કાલે રાજકોટના કાર્યક્રમમાં અમદાવાદ બોડકદેવથી લાઇવ આવશે.

કાર્યક્રમો અંગે કલેકટરે જણાવેલ કે કાલે એકી સાથે શહેર-જીલ્લામાં કુલ ૧ લાખ ર૦ હજારને વેકસીનેશન થશે, જેમાં રૂરલ ક્ષેત્રમાં ૭૭ હજાર તો રાજકોટ શહેરમાં એકી સાથે પ૦ હજાર લોકોને વેકસીન અપાશે.આ ઉપરાંત હાલ જીલ્લામાં ૧૪ર ગામોમાં ૧૦૦ ટકા વેકસીન થયું છે, સાંજ સુધીમાં લગભગ આ આંકડો ર૦૦ થઇ જશે, આ તમામ ર૦૦ ગામના સરપંચોનું કાલે રાજકોટમાં સન્માન કરાશે.

આ ઉપરાંત પુરવઠાની વડાપ્રધાન ઉજજવલા ફેઝ-રનું લોન્ચીંગ થશે, કુલ ૩ર૦૦ લોકોને કનેકશન-ગેસ કીટ-વાઉચર આપવાની કાર્યવાહી થશે, તો સ્વચ્છ-ભારત મીશન ફેઇઝ-ટુ નું લોન્ચીંગ અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત રપ બાળકોને પ્રમાણપત્ર અપાશે. 

(4:10 pm IST)