Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

અટીકા ફાટક નજીક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત

જમણા હાથના અંગુઠામાં 'માં' અને કલાઇ પર અંગ્રેજીમાં 'બી' ત્રોફાવેલ છેઃ વાલીની શોધ

રાજકોટ તા. ૧૬ : ગોંડલ અટીકા ફાટક નજીક ટ્રેનની ઠોકરે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત નિજપયું છે.

મળતી વિગત મુજબ અટીકા ફાટક અને રાજકમલ પેટ્રોલ પંચ વચ્ચે ટ્રેનની ઠોકરે ચડી જતા આશરે ૩૦ વર્ષનો અજાણ્યો યુવાન માથામાં ઇજા પામેલી હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ દીલીપસિંહ જાદવ તથા રાઇટર ભાગ્યેશભાઇએ સ્થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ કરી છે. મૃતક યુવાને

ગ્રે કલરનું ટી શર્ટ અને બ્લ્યુ કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે તેના જમણા હાથના અંગુઠા ઉપર ગુજરાતીમાં 'મા'અને હાથી કલાઇ પર અંગ્રેજીમાં 'બી' ત્રોફાવેલ છે જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો માલવીયાનગર પોલીસ સ્ટશેન ફોન નંબર ૦ર૮૧-ર૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(4:13 pm IST)